જર્મની ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય, પ્રથમ દેશ બન્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • જર્મની ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય, પ્રથમ દેશ બન્યો

જર્મની ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય, પ્રથમ દેશ બન્યો

 | 4:07 am IST
  • Share

  • ક્વોલિફાયર : જર્મનીએ મેસિડોનિયાને 4-0થી તથા નેધરલેન્ડ્સે ઝિબ્રાલ્ટરને 6-0થી પરાજય આપ્યો
  • જર્મનીએ તમામ ચારેય ગોલ બીજા હાફમાં નોંધાવ્યા હતા.

 

જર્મનીએ યુરોપના ગ્રૂપ-જે વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મુકાબલામાં અસંખ્ય ભૂલો કરી હોવા છતાં નોર્ધર્ન મેસિડોનિયાને 4-0થી હરાવીને કતાર ખાતે 2022માં રમાનારા ફિફા વર્લ્ડ કપ ફૂટબોલ માટે ક્વોલિફાય કરી લીધું હતું અને તે પ્રથમ ટીમ પણ બની છે. જર્મનીએ આઠ મેચમાં સાત વિજય હાંસલ કર્યા છે. માર્ચ મહિનામાં ડૂઇસબર્ગ ખાતે નોર્ધર્ન મેસિડોનિયા સામે 1-2થી સનસનાટભર્યો પરાજય એક માત્ર રહ્યો હતો જર્મનીએ તમામ ચારેય ગોલ બીજા હાફમાં નોંધાવ્યા હતા. ટીમો વર્નરે 70મી તથા 73મી મિનિટે બે ગોલ નોંધાવ્યા હતા. કેવી હાવર્ડે 50મી તથા જમાલ મુસિયાલાએ 83મી મિનિટે એક-એક ગોલ નોંધાવ્યો હતો.

તુર્કીએ ઇન્જરી ટાઇમની નવમી મિનિટે મળેલી પેનલ્ટી ઉપર બુરાક યિલ્માઝે નોંધાવેલા ગોલની મદથી લેટવિયાને 2-1થી હરાવીને વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવાની આશા જીવંત રાખી હતી. રોટરડેમ ખાતે મેમ્ફિસ ડેપાયના બે ગોલની મદદથી નેધરલેન્ડ્સે એકતરફી મુકાબલામાં ઝિબ્રાલ્ટરને 6-0થી હરાવીને ક્વોલિફાય કરવા તરફ આગેકૂચ જારી રાખી હતી.

ગ્રૂપ-એમાં ક્રોએશિયાએ ડ્રો તથા રશિયા વિજય સાથે ઓછામાં ઓછું પ્લે ઓફમાં રમવાનું નિિૃત કરી લીધું છે. ગ્રૂપ-ઇમાં વેલ્સ ટીમ કિફર મૂરના ગોલ વડે એસ્ટોનિયાને 1-0થી હરાવીને બેલ્જિયમના પ્લે ઓફમાં અંતરાય ઊભો કર્યો છે. વેલ્સ અને ચેક રિપબ્લિકના સમાન પોઇન્ટ છે. ચેક રિપબ્લિકે બેલારસને 2-0થી પરાજય આપ્યો હતો.

ગ્રૂપ-એચમાં ક્રોએશિયાએ મિડફિલ્ડર લુકા મોડ્રિકે ફ્રી કિક ઉપર નોંધાવેલા ગોલ વડે સ્લોવાકિયા સામેની મેચ 2-2થી ડ્રો કરી હતી. રશિયાએ તેની પરંપરાગત હરીફ સ્લોવેનિયાને 2-1થી હરાવીને ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. અન્ય મેચમાં માલ્ટાએ સાયપ્રસ સામેનો મુકાબલો 2-2થી ડ્રો કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો