જલેબી, મીઠાઈ, ચોળાફ્ળી, પાપડી સહિત ૩૭ વસ્તુના નમૂના લેવાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • જલેબી, મીઠાઈ, ચોળાફ્ળી, પાપડી સહિત ૩૭ વસ્તુના નમૂના લેવાયા

જલેબી, મીઠાઈ, ચોળાફ્ળી, પાપડી સહિત ૩૭ વસ્તુના નમૂના લેવાયા

 | 4:15 am IST
  • Share

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્ત્વોને ઝડપવા માટે જુદા જુદા વિસ્તારોમાંથી ૩૭ નમૂના લેવામાં આવ્યા હતા.

તહેવારોમાં ખાદ્ય પદાર્થો નું વેચાણ વધે છે, તહેવારો નિમિત્તે ગ્રાહકો ની વધતી જતી ખરીદી નો લાભ ઉઠાવવા ભેળસેળિયા તત્વો મેદાને પડે છે ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના સંત કવરરામ ચોક, માધવ દર્શન, નવાપરા, શિવાજી સર્કલ તેમજ ઘોઘા રોડ સહિતના વિસ્તારોમાં નમૂના લેવામાં આવ્યા હતા.

જેમાં ૩૭ નમૂના પૈકી જલેબી તેમજ મીઠાઈના ૧૬ નમુના તથા ચોળાફ્ળી, પાપડી તથા ફ્રસાણના ૨૧ નમૂના લેવામાં આવ્યા હતા, જે નમુના વડોદરા સરકારી લેબ ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. હજુ પણ નમૂના લેવાનીકાર્યવાહી ચાલુ રહેશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ભાવનગરમાં ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા….

ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા જે નમુના લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે, જેમાં અપ્રમાણિક નમુના માં જે તે દુકાનદાર તેમજ એજન્સી સામે દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો