જવાહર મેદાનમાં સિન્ધી સમાજ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ મોકુફ રખાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • જવાહર મેદાનમાં સિન્ધી સમાજ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ મોકુફ રખાયો

જવાહર મેદાનમાં સિન્ધી સમાજ દ્વારા રાવણદહનનો કાર્યક્રમ મોકુફ રખાયો

 | 4:06 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

નવરાત્રી પુરી થવામાં છે, એક નોરતાના ક્ષય સાથે ગુરૃવારે નવમું નોરતુ ઉજવાશે. વિજ્યાદશમી શુક્રવારે આવી રહી છે. જો કે આ વર્ષે પણ દર વર્ષની જેમ દશેરા-વિજ્યાદશમીએ યોજાતો રાવણ દહનનો કાર્યક્રમ બંધ રખાયો છે. શહેરના જવાહર મેદાનમાં સિન્ધી સમાજ દ્વારા ૬૯ વર્ષથી યોજાતો આ પરંપરાગત કાર્યક્રમ કોવિડ ગાઈડલાઈન અને સરકારના નિયંત્રણને ધ્યાને લઈ ગત વર્ષની જેમ આ વર્ષે પણ બંધ રખાયો છે. ભાવનગર શહેરમાં ૧૯પર થી સિન્ધી સમાજ દ્વારા રાવણદહનની આ પરંપરા રહી છે. ઉલ્લેખનીય છે કે ર૦૧૯ સુધી આ પરંપરા કોઈ જ વિઘ્ન વગર નિરંતર ચાલુ રહી છે. પરંતુ ર૦ર૦ના કોરોના કાળથી આ પરંપરા અટકી છે તેમ દશેરા મહોત્સવ સમિતિના ચેરમેન મનસુખભાઈ પંજવાણીએ જણાવ્યુ હતું. આ રાવણદહનનો કાર્યક્રમ એક સમયે લોકોમાં ખુબજ લોકપ્રિય અને દર્શનીય હતો. લગભગ ૬ દાયકા સુધી શોભાયાત્રા પણ યોજવામાં આવતી અને ત્યારબાદ જવાહર મેદાન ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનું દહન કરવામાં આવતુ હતું. આ કાર્યક્રમમાં ચુંટાયેલા ધારાસભ્યો, નેતાઓ, અધિકારીઓ, પદાધિકારીઓ પણ હાજરી આપતા હોય છે. આવતા વર્ષે ફરી આ પરંપરા શરૃ થાય તેવી દશેરા સમિતિના કીશોરભાઈ ગુરૃમુખાણી, પરમાનંદ રાધાણી, કમલ દેવાણી સહિતનાએ આશા વ્યક્ત કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;