જશપાલસિંહ પઢિયારે તાડીના વેચાણની ફરિયાદ કરી હતી - Sandesh
  • Home
  • Baroda
  • જશપાલસિંહ પઢિયારે તાડીના વેચાણની ફરિયાદ કરી હતી

જશપાલસિંહ પઢિયારે તાડીના વેચાણની ફરિયાદ કરી હતી

 | 3:49 am IST

 

પાદરા પંથકમાં કેમિકલયુક્ત નકલી તાડીના ઠેર ઠેર ધૂમ વેચાણની બૂમ ધારાસભ્યની રજૂઆતને પગલે ડ્ઢજીઁને ડ્રાઇવ કરવા માટે તાકીદ

ા વડોદરા ા

પાદરા તાલુકામાં તાડીના વૃક્ષો માટે સાનુકુળ આબોહવા ન હોવાછતા નદીકાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં કેમિકલથી બનાવેલી નકલી તાડીનું ધૂમ વેચાણ થાય છે. જે યૌવનધનને બરબાદ કરી દેશે એવી રજુઆત જિલ્લા સંકલન-ફરિયાદ સમિતિની બેઠકમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે કરી હતી. જેને પગલે કલેક્ટરે ડી.એસ.પી.ને ડ્રાઇવ કરી દુષણ બંધ કરાવવા તાકીદ કરી હતી..

શનિવારે મળેલી સંકલન સમિતિની બેઠકમાં નિવૃત્ત કર્મચારીઓના પેન્શનની કામગીરી સહિતના પડતર પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા સૂચના આપવામાં આવી હતી. તદુપરાંત વિકાસના કાર્યો માટે અનિવાર્ય સંકલનની જવાબદારી સુપેરે નિભાવી અધૂરા કાર્યોને પ્રાધાન્ય આપવા અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલે ભાર મુક્યો હતો. સંકલન સમિતિની બેઠકમાં પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે મુદ્દો ઉઠાવ્યો હતો કે છેલ્લા કેટલાયે મહિનાઓથી નદીકાંઠા વિસ્તારના કેટલાક ગામોમાં કેમિકલનો ઉપયોગ કરી તાડી બનાવી સ્થાપિતહિતો વેચે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે પાદરા તાલુકામાં તાડીના વૃક્ષો માટે સાનુકુળ આબોહવા નથી. તેમછતા તાડીનું દુષણ ઉત્તરોત્તર વધતા યૌવનધન બરબાદ થશે. રજુઆત સંદર્ભે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ડી.એસ.પી.ને સૂચના આપી હતી કે જે તે સ્થળે ડ્રાઇવ કરી દુષણને દૂર કરાવો. જ્યારે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રજુઆત કરી હતી કે વલણગામની વસતી ૧૦,૦૦૦ કરતા વધુ છે. બેંક ઓફ બરોડામાં કરોડો રૃપિયાની ડિપોઝીટ છે. અલબત્ત, એ.ટી.એમ.ની સુવિધા ઉપલબ્ધ ન થતા સ્થાનિકો મુશ્કેલી અનુભવે છે. કરજણ નગરમાં શુભપ્રસંગો તેમજ લગ્નસરાની મોસમમાં વીજ કનેક્શન આપવામાં એમ.જી.વી.સી.એલ.ના કર્મચારીઓ નાગરિકોને એન.ઓ.સી. આપવાને બદલે અખાડા કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;