જશોદાનગરમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • જશોદાનગરમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ

જશોદાનગરમાં પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ

 | 1:48 am IST
  • Share

શહેરના જશોદાનગર ચાર રસ્તા પાસેની સોસાયટીઓના ર્સિવસ રોડ હોવા છતાં મ્યુનિ. તંત્ર દ્વારા કોઇ સફાઇ કામગીરી કરાતી નથી. ઉપરાંત બિસ્માર બની ગયેલા ર્સિવસ રોડના સમારકામ માટે વર્ષોથી રજૂઆત કરવા છતાંય તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. તાકીદે આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર તાબડતોબ કામગીરી કરે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યાં છે.

શહેરના જશોદાનગર ચાર રસ્તાથી મહાલક્ષ્મી રો-હાઉસ, મહાલક્ષ્મી સોસાયટી, અર્બુદા સોસાયટી, જીવનધારા-૧, જીવનધારા-૨, રાજવીર ફલેટ, ક્રિષકિધા ડુપ્લેક્ષ, પારુલ ટેનામેન્ટ સહિતની સોસાયટીઓના ર્સિવસ રોડ હોવા છતાંય મ્યુનિ.ના કોઇ સફાઇ કર્મચારીઓ સફાઇ કરવા માટે જતાં નથી. ચોમાસાની સિઝનમાં વારંવાર કાદવ-કીચડની સાથે સાથે ગંદકી થતાં લોકો કંટાળી ગયા છે. ઉપરાંત આ રસ્તામાં રઝળતાં ઢોરનો પણ ત્રાસ છે. ભારે માલવાહક વાહનોની અવરજવરના લીધે રસ્તાઓ પણ બિસ્માર થઇ ગયા છે. ગટરલાઇન અને પાણીની લાઇનમાં ભંગાણ પડવાના બનાવો પણ છાશવારે બને છે. એટલે રસ્તાના સમારકામ કરવા, સાફ-સફાઇ, ગટર અને પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા સહિતની દિશામાં કાર્ય કરવા માટે સ્થાનિકો દ્વારા મ્યુનિ. તંત્રમાં રજૂઆત કરાઇ હતી. પરંતુ મ્યુનિ. તંત્ર કોઇ અસરકારક કામગીરી કરતું ન હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન