જાણી લો શા માટે છોકરીઓની પહેલી પસંદ છે સ્લીવલેસ બ્લાઉઝ - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • જાણી લો શા માટે છોકરીઓની પહેલી પસંદ છે સ્લીવલેસ બ્લાઉઝ

જાણી લો શા માટે છોકરીઓની પહેલી પસંદ છે સ્લીવલેસ બ્લાઉઝ

 | 6:03 pm IST

પહેલાંના જમાનાથી ચાલી આવતી સ્લીવલેસ ફેશનને આજે પણ મહિલાઓ નવા ફેરફારો સાથે અપનાવી રહી છે. જો કે આજકાલની છોકરીઓ હિરોઇનોના બ્લાઉઝ જોઇને વધુ પ્રમાણમાં સિવડાવતી થઇ ગઇ છે. ફિલ્મોમાં એક્ટ્રેસ પણ પ્લેન સાડી સાથે હેવી વર્ક કરેલા સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી જોવા મળે છે. કહેવાનું માત્ર એ જ કે સ્લીવલેસ બ્લાઉઝની ફેશન આજકાલની નહીં, પણ વર્ષો જૂની છે પરંતુ બદલાતા જમાના પ્રમાણે તેમાં નવીનતા જોવા મળે છે. આ સાથે ઘણી છોકરીઓને સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને પોતાનો બેક ભાગ પણ દેખાડવો ગમતો હોય છે. આમ મહિલાઓ આ ટાઇપના બ્લાઉઝ પહેરીને બધાની નજર પોતાની સામે કરાવવા માંગતી હોય છે. 

આ રીતે મહિલાઓ સાડીમાં હોટ અને સેકસી દેખાવા માટે બ્લાઉઝને સારી ડિઝાઇનવાળો સીવડાવવો પસંદ કરે છે. કેટલીક મહિલાઓ ફક્ત દોરીવાળા બ્લાઉઝ તો કેટલીક દોરી અને ઓફ શોલ્ડર બ્લાઉઝ સીવડાવે છે. અત્યારે બ્લાઉઝ સીવડાવ્યા પછી પણ તેમાં કેટલાક મોતી, મણકા અને લટકણ લગાડવામાં આવે છે. બ્લાઉઝમાં બેક સાઇડ પર અલગ અલગ પ્રકારની ડિઝાઇનો કરાવીને છોકરીઓ પોતાને સેક્સી લુક આપવા માંગતી હોય છે. અત્યારે આઇટમ ગીતમાં પણ ચોલી અને બ્લાઉઝ પહેરવામાં આવે છે.

રેગ્યુલર સાડી પહેરતી મહિલાઓ મોટા ભાગે સાડી સાથે મેચિંગ થતા કે તેના કોન્ટ્રાસ્ટ કલરનું બ્લાઉઝ પહેરવાનું વધુ પસંદ કરે છે જ્યારે ભારે સાડીઓમાં સાડીની બોર્ડરનો સ્ટાઇલિશ રીતે ઉપયોગ કરી બ્લાઉઝને એક અલગ જ લુક પ્રદાન કરવામાં આવે છે. તેમાં પણ હવે તો લગ્ન પ્રસંગે પહેરાતી સાડીઓના બ્લાઉઝમાં પણ નવી નવી ફેશન જોવા મળે છે.