જાણો કઈ રાશિના જાતકોના કામ થશે આજે પુરા અને કોના રહેશે અધુરા - Sandesh
  • Home
  • Astrology
  • જાણો કઈ રાશિના જાતકોના કામ થશે આજે પુરા અને કોના રહેશે અધુરા

જાણો કઈ રાશિના જાતકોના કામ થશે આજે પુરા અને કોના રહેશે અધુરા

 | 7:50 pm IST

મેષ :લાભની આશા મળે તે ઝડપી લેજો. તબિયત અંગે ચિંતા રહે. પ્રવાસ અંગે શુભ.
વૃષભ :ખર્ચનો પ્રસંગ. નોકરિયાતને નવા પ્રશ્નોનો સામનો કરવો પડે. સ્નેહીથી લાભ.
મિથુન :મનની મુરાદ વિલંબથી બર આવે. આરોગ્ય ટકાવી શકશો. સંતાન અંગે શુભ સમય.
કર્ક :નાણાકીય સમસ્યાનો અનુભવ થાય. મિલન-મુલાકાત ફળે. શત્રુથી સાચવવું પડે.
સિંહ :આપનું ધાર્યું થવામાં વિલંબ-વ્યથા-અજંપો જણાય. આરોગ્ય અંગે ઠીકઠીક સમય.
કન્યા :મહત્વના કામમાં આગળ વધી શકશો. કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકશો. સંપત્તિના કામ આગળ વધે.
તુલા :વ્યવસાયના ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ દૂર થતી લાગે. અગત્યના કામમાં પ્રગતિ. સ્વજનથી ચકમક ન થાય તે જોજો.
વૃશ્ચિક :માનસિક તણાવ અને ચિંતા દૂર થતાં લાગે. નાણાભીડનો ઉકેલ મળે. સ્નેહીથી સહકાર અને સંવાદિતા રહે.
ધન :મૂંઝવણથી ઘેરાયેલાં હશો તો હવે રાહત જણાય. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા. તબિયત નરમ જણાય.
મકર :આપની ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળતો જણાય. સ્વજન ઉપયોગી બને. ખર્ચ વધે. મહત્વની મુલાકાત થાય.
કુંભ :આવક સામે ખર્ચ અને વ્યયના પ્રસંગો વધતા જણાય. ગૃહજીવનની ગેરસમજો નિવારજો. વ્યાવસાયિક લાભ મળે.
મીન :કાર્ય સફળતાની તક આવી મળે. સામાજિક કાર્ય થઈ શકે. પ્રવાસ સફળ થાય. આરોગ્ય અંગે બેદરકારી ન રાખવી.

પંચાંગ

પંચક, સૂર્ય સાયન સિંહ રાશિમાં ક. ૧૫-૦૧થી, ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ
વિક્રમ સંવત :૨૦૭૨, અષાઢ વદ ત્રીજ, શુક્રવાર, તા. ૨૨-૦૭-૨૦૧૬.

સૂર્યોદયાદિ: સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ :૬-૦૭ ૬-૫૫ ૧૯-૨૪

દિવસનાં ચોઘડિયાં :૧. ચલ, ૨. લાભ. ૩. અમૃત, ૪. કાળ, ૫. શુભ, ૬. રોગ, ૭. ઉદ્વેગ, ૮. ચલ.
રાત્રિનાં ચોઘડિયાં :૧. રોગ, ૨. કાળ, ૩. લાભ, ૪. ઉદ્વેગ, ૫. શુભ, ૬. અમૃત, ૭. ચલ, ૮. રોગ..

વીર (જૈન) સંવત :૨૫૪૨.
શાલિવાહન શક :૧૯૩૮.
યુગાબ્દ (કલિ) :૫૧૧૮.
ભારતીય દિનાંક :૩૧-અષાઢ.
પારસી માસ :સ્પેંદારમદ.
રોજ :૧૦-આવાં.
મુસ્લિમ માસ :શવ્વાલ.
રોજ :૧૭.
દૈનિક તિથિ :વદ ત્રીજ ક. ૨૫-૧૭ સુધી.
ચંદ્ર નક્ષત્ર :ધનિષ્ઠા ક. ૧૫-૨૫ સુધી પછી શતતારા.
ચંદ્ર રાશિ :કુંભ (આખો દિવસ).
જન્મ નામાક્ષર :કુંભ (ગ.શ.સ.).
કરણ :વણિજ/વિષ્ટિ/બવ.
યોગ :આયુષ્યમાન ક. ૧૧-૦૯ સુધી પછી સૌભાગ્ય.

વિશેષ પર્વ :પંચક. જયાપાર્વતી વ્રતનાં પારણાં. વિષ્ટિ (ભદ્રા) ક. ૧૪-૦૧થી ૨૫-૧૭ સુધી. * સૂર્ય સાયન સિંહ રાશિમાં ક. ૧૫-૦૧થી. * વૈષ્ણવ :શ્રી નટવર ગોપાલજી (વેરાવળ-દ્વારકા)નો ઉત્સવ. * ખગોળ :ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ :આપણું ઋતુચક્ર સૂર્યના સાયન રાશિ ભ્રમણને અનુસરે છે. રાષ્ટ્રીય કેલેન્ડરની રચના આ સિદ્ધાંત ઉપર થયેલી છે. સૂર્ય સાયન કર્ક અને સાયન સિંહ રાશિમાં રહે તે સમયગાળો વર્ષાઋતુનો છે. તે મુજબ છ ઋતુઓ પૈકીની વર્ષાઋતુનો ઉત્તરાર્ધ આજથી શરૃ થાય છે. ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ ગંજબજારમાં મજબૂતાઈ સૂચવે છે. ખરીદી માટે અનુકૂળ. રાહુકાળ :દિવસે ક. ૧૦-૩૦ થી ૧૨-૦૦