જાણો હાર્દિકે કેવી રીતે કરી પોતાના જન્મદિવસની ઉજવણી,Video - Sandesh
  • Home
  • Ahmedabad
  • જાણો હાર્દિકે કેવી રીતે કરી પોતાના જન્મદિવસની ઉજવણી,Video

જાણો હાર્દિકે કેવી રીતે કરી પોતાના જન્મદિવસની ઉજવણી,Video

 | 5:07 pm IST

આજે હાર્દીક 22 વર્ષ પુરા કરીને 23માં વર્ષમાં પ્રવેશ કરશે. પાટીદાર આંદોલન અને રાજદ્રોહના કેસને લઇને હાર્દિક છેલ્લા 9 મહિનાથી સુરતની લાજપોર જેલમાં બંધ હતો. જેનો  15 જૂલાઇના રોજ થયો છે. હાર્દિકે જેલમાં છુટતાની સાથે જ 48 કલાકમાં ગુજરાતનો ટુંકો પ્રવાસ કર્યો હતો. જેમા તે લાખો પાટીદારોને મળ્યો હતો. જેમા તેનું ઠેરઠેર ભવ્યો સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજે સવારે હાર્દિકે નાથદ્રારના દર્શન કર્યા બાદ અખાડાની મુલાકાત લીધી હતી . ઉદયપુરમાં ગુર્જર નેતાઓએ પણ હાર્દિક સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તે બાદ બપોરે હાર્દિક MBBS અને MBAના 300 જેટલા વિદ્યાર્થીઓ સાથે ડોનેશન અને શિક્ષણ પદ્ધતિ વિશે ચર્ચા કરી. જન્મદિવસે તેનો પરિવાર તેને મળવા ઉદયપુર નહીં જાય. તેના માતા-પિતા સુરત ખાતે યોજાનારા રક્તદાન કેમ્પમાં હાજરી આપશે.

 હાર્દિક પોતાના જન્મદિવસ પર કહે છે કે, ‘જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતમાં છે ત્યારે હું મારો જન્મદિવસ તો મનાવી નથી શકતો પરંતુ નાથદ્રારના દર્શન કરવા આવ્યો છું. અહીંયા એવી જ પ્રાથના છે કે બીજેપી સાથે સારી રીતે કામ પતી જાય અને પાટીદાર અને દલિતોને સમાજમાં તેમનો ન્યાય મળવો જોઈએ. આ ઉપરાંત ઉમેરતા કહ્યું કે દબાયેલા વર્ગનો અવાજ બનવું છે તેમને ન્યાય અપાવવો છે. આગળની રણનીતિમાં તો હું દેશના અલગ અલગ વિસ્તારોમાં ફરીશ અને લોકોને મળીશ.’

હાર્દિકે આંદોલને રાજ્ય બાહરથી ચાલુ રાખવાનું જણાવ્યું હતું. હાર્દિક હાલ રાજસ્થાનના ઉદેપુરમાં કોંગ્રેસના ધારાસભ્યના પુષ્કરલાલ ડોંગીના ઘરે રોકાવાનો છે. આવનારા 6 મહિના તે ત્યાંથી જ રાષ્ટ્રીય લેવલ પર આંદોલનને લઇ જવાનો પ્રયત્ન કરશે.