જાપાનમાં ઓલિમ્પિક પછી રાજરમત, ફૂમિયો કિશીદા નવા વડાપ્રધાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • જાપાનમાં ઓલિમ્પિક પછી રાજરમત, ફૂમિયો કિશીદા નવા વડાપ્રધાન

જાપાનમાં ઓલિમ્પિક પછી રાજરમત, ફૂમિયો કિશીદા નવા વડાપ્રધાન

 | 3:00 am IST
  • Share

જાપાનમાં ઓલિમ્પિક પછી હવે સત્તા માટેની રમત ચાલી રહી છે. વર્તમાન પ્રધાનમંત્રી યોશિહિદે સુગાએ એક વર્ષ પ્રધાનમંત્રી તરીકે કપરા સંજોગોમાં કામ કર્યા બાદ રાજીનામું આપી દેવાની જાહેરાત કરતા તેના સ્થાને પૂર્વ વિદેશમંત્રી ફૂમિયો કિશીદા નવા પ્રધાનમંત્રી બનશે. કોરોના મહામારી સામે લડવામાં સુગા કાર્યક્ષમ પુરવાર ન થતા તેણે પદ પરથી હટવાની નોબત આવી છે. કિશીદા જાપાનની સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના જ ઉમેદવાર હતા, જેણે પોતાની જ પાર્ટીના પ્રધાનમંત્રી પદના બીજા દાવેદાર ટારો કોનોને હરાવી દીધા છે. અગાઉ શિંજો આબેએ જ્યારે પદત્યાગ કર્યું ત્યારે કિશીદા હારી ગયા હતા. હવે જોકે તેની પાર્ટી પાસે બહુમતી હોવાથી તેની સ્થિતિ મજબૂત છે પરંતુ પડકારો ઘણાં મોટા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો