જામકંડોરણાના ચિત્રાવડનું દંપતી અને જામનગરના બે લોકો કોરોનાની ઝપટે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જામકંડોરણાના ચિત્રાવડનું દંપતી અને જામનગરના બે લોકો કોરોનાની ઝપટે

જામકંડોરણાના ચિત્રાવડનું દંપતી અને જામનગરના બે લોકો કોરોનાની ઝપટે

 | 5:09 am IST
  • Share

  • રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં કોરોનાના ૦ કેસ
  • રાજકોટની સિવીલમાં ફરી કોરોનાનો વોર્ડ શરૂ : મૃત્યુદર ૦

। રાજકોટ । સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ હજૂ કન્ટ્રોલમાં છે પરતું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ દાખલ થતા ફરી કોવીડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે દરમિયાન આજે જામકંડોરણાના ચિત્રાવડ ગામનું દંપતિ અને જામનગર ગ્રામ્યના બે લોકો સહિત કુલ ૪ લોકો કોરોનાના ઝપટે ચડી ગયા છે. જયારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં કોરોનાથી આજે પણ મૃત્યુદર શૂન્ય રહ્યો છે.
રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં આજે’ય શહેર ફરી કોરોનામુક્ત બન્યુ છે પરતું સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી બંધ કરવામાં આવેલ કોવીડ વોર્ડ ફરી શરૂ કરવામાં આવ્યો છે આજે શહેરમાં ૯ કેસ એકટીવ હાલતમાં હોવાથી તમામને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અત્યારે કોરોના પોઝીટીવીટી દર ૩.૧૨ ટકા રહેવા પામેલ છે શહેરમાં અત્યાર સુધીમાં ૪૨૮૧૪ લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તાર આજે ફરી ગ્રામ્ય વિસ્તારમાં આજે એકસાથે બે કેસ આવતા ફફડાટ ફેલાયો છે ચિત્રાવડ ગામના પાટીદાર દંપતિ કોરોના ઝપટે ચડયું છે બે કેસ આવતા ગ્રામ્ય પંથકમાં કોરોનાનો પોઝીટીવીટી દર ૦.૦ ટકામાંથી વધી ૦.૨૮ ટકા થઈ ગયો છે અને એકટીવ કેસ ૬ નોંધાતા ૩ને હોસ્પિટલ અને ૩ દર્દીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કોરોનાના ૧૪૯૧૮ કેસ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં જામનગર શહેર,જૂનાગઢ શહેર-ગ્રામ્ય, ભાવનગર શહેર-ગ્રામ્ય, સોમનાથ,અમરેલી, પોરબંદર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર, બોટાદ, સહિતના જિલ્લામાં કોરોનાના કેસ ૦ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન