જામનગરના બે વિસ્તારમાંથી ૩ રિક્ષામાંથી ટાયરની ચોરી તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • જામનગરના બે વિસ્તારમાંથી ૩ રિક્ષામાંથી ટાયરની ચોરી તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન

જામનગરના બે વિસ્તારમાંથી ૩ રિક્ષામાંથી ટાયરની ચોરી તસ્કરોને ઝડપવા ચક્રો ગતિમાન

 | 7:29 pm IST

જામનગર: જામનગર શહેરના જુદા-જુદા બે વિસ્તારોમાંથી ત્રણ રીક્ષામાંથી પાછલા ટાયરની ચોરી કરી ગયાની પોલીસમાં બે જુદી-જુદી ફરીયાદ નોંધાઈ છે. જે અંગે પોલીસે તપાસ આરંભી છે.
જામનગર શહેરના ગોકુલનગર રામનગર શેરીનં-પમાં રહેતા લગધીરભાઈ કારાભાઈ દેથળીયા (ઉ.વ.૪૦) નામનો યુવક ભગીરથસિંહ ગોહીલની રીક્ષા ચાલવતો હોય, અને તે રીક્ષા ગતતા.પના રોજ સાંજે ધંધો કરીને પોતાના ઘરની બહાર રાખી હતી. તેમજ તેના મિત્ર મુકેશભાઈ અરજણભાઈ સીતાપરાએ પણ પોતાની રીક્ષા ત્યાં જ રાખી હતી.
તે દરમ્યાન રાત્રીના કોઈ અજાણ્યો શખ્સ રીક્ષાના પાછળની ડાબી સાઈડના રૃા.૩૬૦૦ની કિંમતના બંન્ને રીક્ષામાંથી ટાયરની ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે શહેરના એરફોર્સ રોડ, રેલ્વે કોલોની શેરીનં-ર, મયુરનગર રોડ પર રહેતા દિનેશભાઈ ટપુભાઈ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવકે પોતાની રીક્ષા ગતતા.પના રોજ પોતાના ઘરની બહાર રાખી હતી.  તે દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સો તેમાંથી ડાબી સાઈડનું રૃા.૧૮૦૦ની કિંમતનું વ્હીલ પ્લેટ સહિત ટાયરની ચોરી કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ ફરીયાદોને આધારે પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન