જામનગરના રણજિતસાગર નજીકનો રસ્તો બ્લોક થતાં ૧પ ગામોને હાલાકી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Jamnagar
  • જામનગરના રણજિતસાગર નજીકનો રસ્તો બ્લોક થતાં ૧પ ગામોને હાલાકી

જામનગરના રણજિતસાગર નજીકનો રસ્તો બ્લોક થતાં ૧પ ગામોને હાલાકી

 | 1:27 am IST
  • Share

જામનગરના ભાગોળે આવેલા રણજીતસાગર ડેમના ઓવરફ્લોના કારણે ગાર્ડનની દિવાલો તુટી પડતાં રસ્તો છેલ્લા ત્રણ દિવસથી બ્લોક થયો છે. જેના કારણે ઉપરવાસના ૧પ જેટલા ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવર-જવર માટે ભારે હાલાકી પડતી હોવાથી રોષ વ્યાપી રહ્યો છે.

જામનગરમાં પડેલા ભારે વરસાદના કારણે રણજીતસાગર ડેમ છલકાઈ ગયો છે. ત્યારે ડેમની બાજુમાં જ આવેલા જામ રણજીતસિંહજી પાર્કમાં પાણી ઘુસી ગયા હતાં અને બે નંબરના ગાર્ડનમાં ઓવરફ્લોનું ફોર્સથી પાણી આવતાં વૃક્ષો ધરાશાયી થયા અને દિવાલો-ગેઈટ તોડી ગયો હતો. દિવાલ તુટયાનો તમામ કાટમાળ રસ્ત પર પડતા ૩ દિવસથી રસ્તો બ્લોક થઈ ગયો છે. રસ્તો સાફ કરવાની તંત્રએ તસ્દી લીધી નથી. તો મોખાણા ગામ તરફથી જવાના રસ્તા પરનો બેઠો પુલ પણ તુટી ગયો છે. જેના કારણે હર્ષદપુર, કોંઝા, ભલસાણ, સુમરી, વાગડીયા સહિતના ૧પ જેટલા ગામ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ માત્ર ડેમની નીચેની સાઈડ આવેલો નાનો ચેકડેમ પરથી ગાડા માર્ગે દડીયા ગામમાં નીકળતા રસ્તેથી એક કી.મી.સુધી જવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન