જામનગરના રણજીતસાગરના બેઠા પૂલ પાસે ન્હાવા પડેલા યુવાનનું મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જામનગરના રણજીતસાગરના બેઠા પૂલ પાસે ન્હાવા પડેલા યુવાનનું મોત

જામનગરના રણજીતસાગરના બેઠા પૂલ પાસે ન્હાવા પડેલા યુવાનનું મોત

 | 5:08 am IST
  • Share

  • આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં છવાયો માતમ
  • પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો

। જામનગર । જામનગરના રણજીતસાગર ડેમના કાઢીયામાં ન્હાવા પડેલા આશાસ્પદ યુવાનનું પાણીમાં ડુબી જવાથી નિપજેલા મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
જામનગર શહેરના બાયની વાડી ઢોલીયા પીરની દરગાહ પાસે રહેતા રઉફ ઈકબાલભાઈ જીંદાણી (ઉ.વ.ર૪) નામના યુવાન ગઈકાલે રવિવારના દિવસે રણજીતસાગર ડેમ ખાતે મિત્રો સાથે ફરવા માટે ગયા હતાં અને તેઓ દડીયા પાસે આવેલા ડેમના બેઠા પુલીયાના કાઢીયામાં યુવાન ન્હવા માટે પડયા હતાં અને તેઓ ઉંડા પાણીમાં ગરક થતાં સાથે રહેલા મિત્રોએ બુમો પાડતાં લોકો એકઠા થઈ ગયા હતાં અને યુવાનને બચાવવાની કોશિષ કરી હતી. આ બનાવ અંગેની પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ સી.એમ.કાંટેલીયા સ્ટાફના જમાદાર પી.એ.ખાણધર સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કઢાવીને પીએમ માટે હોસ્પિટલમાં મોકલી દીધો હતો.
આ બનાવની પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં અને અમિનભાઈ હાજીભાઈ જીંદાણીએ પોલીસમાં જાહેર કર્યુ હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો