જામનગરના ૩૯, જૂનાગઢના ત્રણ ગામોમાં અંધારપટ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જામનગરના ૩૯, જૂનાગઢના ત્રણ ગામોમાં અંધારપટ

જામનગરના ૩૯, જૂનાગઢના ત્રણ ગામોમાં અંધારપટ

 | 2:00 am IST
  • Share

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદને પગલે રાજ્યમાં કુલ ૪,૦૪૨ ગામોમાં વીજળી ખોરવાઈ હતી, જે પૈકી મંગળવાર સાંજ સુધીમાં ૪,૦૦૦ ગામોમાં વીજસપ્લાય પુનઃ શરૃ કરી દેવાયો છે, હજી ૪૨ ગામોમાં અંધારપટ પ્રવર્તી રહ્યા છે. આમાં જૂનાગઢના વંથલી તાલુકાના ૩ ગામોમાં, જામનગરના જામજોધપુર તાલુકાના ૩ ગામોમાં, જામનગર તાલુકાના ૧૯ ગામોમાં તથા કાલાવડ તાલુકાના ૧૭ ગામોમાં હજી વીજળી વેરણ જ છે. ડીજીવીસીએલ હેઠળના ૪૮ ગામોમાં, એમજીવીસીએલ હેઠળના ૨૫૨ ગામોમાં તથા યુજીવીસીએલ હેઠળના ૩૩૮ ગામોમાં વીજળી ડૂલ થઈ હતી, તે રિસ્ટોર થઈ ચૂકી છે, જ્યારે પિૃમ ગુજરાત વીજકંપની હેઠળના કુલ ૩,૪૦૪ ગામોમાં વીજળી વેરણ થયેલી, જે પૈકી ૪૨ ગામોમાં હજી લાઇટો નથી. હજી ૬૬ કેવી નારણપુર અને ૬૬ કેવી ધુતરપુર એમ બે સબસ્ટેશન ઠપ થયેલાં છે. ૨૦ ફીડરના વિસ્તારોમાં હજી પાણી ભરેલાં હોઈ ત્યાં ૧૨૫ જેટલા થાંભલાઓને નુકસાન થયું છે. રાજ્યમાં અતિભારે વરસાદને કારણે કુલ ૧૯૫ રસ્તાઓ બંધ કરાયા છે, જેમાં ૨૦ સ્ટેટ હાઇવે, ૧ નેશનલ હાઇવે, પંચાયતના ૧૬૦ રસ્તાઓ તેમજ અન્ય ૧૪ માર્ગો સામેલ છે. આમાં જૂનાગઢ જિલ્લાના ૪૪, પોરબંદર જિલ્લાના ૩૨, જામનગર જિલ્લાનો એક નેશનલ હાઇવે સહિત ૨૪, રાજકોટ-વલસાડના ૧૯-૧૯ તેમજ નવસારીના ૧૬ માર્ગો ઠપ છે. જ્યારે રાજકોટ-જૂનાગઢ-પોરબંદરમાં ૪-૪, જામનગરમાં ૫ તેમજ સુરત-નવસારી-અમરેલીમાં ૧-૧ સ્ટેટ હાઇવે બંધ કરાયા છે. જામનગર-કાલાવડનો નેશનલ હાઇવે ઉપર પુલ ઉપરથી પાણી જતા પુલ ઉપર ડેમેજ થયું હોઈ રસ્તો બંધ કરાયો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં ગોંડલ-ત્રાકુડા-જામકંડોરણા રોડ ઉપર ફોફડ નદી ઉપરનો ૧૯૨૫માં બનેલા બ્રિજના ૪ ગાળા ધરાશાયી થઈ ગયા હોઈ હવે આ બ્રિજ નવો બનાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન