જામનગરમાં પુર્વ સાંસદના પુત્રવધૂએ સિટી એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ - Sandesh
  • Home
  • Jamnagar
  • જામનગરમાં પુર્વ સાંસદના પુત્રવધૂએ સિટી એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ

જામનગરમાં પુર્વ સાંસદના પુત્રવધૂએ સિટી એ ડિવિઝનમાં નોંધાવી ફરિયાદ

 | 1:06 am IST

  • શનિવારે થયેલા અકસ્માત બાદ
  • માતા-પુત્રને ઈજા પહોંચતાં જી.જી.હોસ્પિટલમાં લીધી પ્રાથમિક સારવાર
    જામનગર : જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ અને પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને તેના પુત્રવધુનો વિવાદ દીન પ્રતિદીન ચર્ચામાં રહે છે. ત્યારે શનિવારની રાત્રીના પુત્રવધુ અને પૌત્રના થયેલા અકસ્માતમાં પણ પતિ અને સસરા પુર્વ સાંસદ સામે આક્ષેપો કર્યા હતાં. ગતમોડી રાત્રીના પુત્રવધુએ અજાણ્યા સ્કુટી ચાલક સામે ફરીયાદ નોંધાવી છે.
    જામનગર શહેરના હાથી કોલોની શેરીનં-૧માં, ઓમકાર એપાર્ટમેન્ટ બ્લોકનં-૧૦રમાં રહેતાં દિવ્યાબેન હીતેષભાઈ કોરડીયા(ઉ.વ.૩૯) ની હત્યાનું કાવતરૂ તેણીના જ સસરા પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને પતિ હિતેષભાઈ પટેલ સહિતના ૪ શખસો દ્વારા ઘડવામાં આવતું હોવાની પોલીસમાં અરજી થયા બાદ વિવાદ વણસ્યો છે. ત્યારે શનિવારના રાત્રીના દિવ્યાબેન અને તેણીના ૧૧ વર્ષના પુત્ર હીત પોતાનું સ્કુટર લઈને રણજીતનગર પટેલ સમાજ સામેથી પસાર થતા હતાં. ત્યારે અજાણ્યા સ્કુટી પેપ મોટર સાયકલના ચાલકે પોતાનું સ્કુટી ગફલતભરી રીતે ચલાવીને ઠોકર મારતાં દિવ્યાબેન અને તેના પુત્ર સ્કુટરમાંથી નીચે પટકાયા હતાં. જેમાં બન્ને માતા-પુત્રને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં. જ્યાં દિવ્યાબેને સસરા પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ અને પતિએ જ મારી નાંખવા માટે આ અકસ્માત કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જે બાદ રવિવારના મોડી રાત્રીના સાડા દસ વાગ્યે દિવ્યાબેને સીટી એ ડિવિઝનમાં અજાણ્યા સ્કુટી પેપ ના ચાલક સામે ગુન્હો નોંધાવ્યો છે.ે.