જામનગરમાં ફેસબુક પર કડવા પાટીદારો વિરુધ્ધ અભદ્ર ટીપ્પણીની પોલીસ ફરિયાદ - Sandesh
  • Home
  • Jamnagar
  • જામનગરમાં ફેસબુક પર કડવા પાટીદારો વિરુધ્ધ અભદ્ર ટીપ્પણીની પોલીસ ફરિયાદ

જામનગરમાં ફેસબુક પર કડવા પાટીદારો વિરુધ્ધ અભદ્ર ટીપ્પણીની પોલીસ ફરિયાદ

 | 1:04 am IST

  • બે પટેલ યુવાનો સામે પોલીસ ફરિયાદ, વીડીયો વાયરલ થતાં ચકચાર
    જામનગર : જામનગરમાંંના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં આજે રાત્રે શહેરના અને ધ્રોલના એક પટેલ યુવાન સામે ફેસબુક પર અભદ્ર વાણી વિલાસ કરવા બદલ સીટી-એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
    જામનગરમાં રહેતા કડવા પાટીદાર સમાજના નરભેરામ અમરશી મોરડીયા નામના અગ્રણીએ સીટી-એ ડીવીઝનમાં જીતુ નિલેશભાઈ હરસોડા રે.લાલપુર બાયપાસ અને રેનિસ પટેલ રે.ધ્રોલ સામે કડવા પાટીદાર સમાજની લાગણી દુભાય તેવો વાણી વિલાસ કર્યા હોવાની વિગતો સાથે ફરિયાદ નોંધાવતાં સીટી-એ ડીવીઝન પોલીસે કલમ ૧પ૩,પ૦૧,૧૧૪ મુજબ ગુના રજી.નં ર૦૬/૧૮થી એફ.આઈ.આર.નોંધી તપાસ પી.આઈ.કે.કે.બુવડને સોંપી છે.ઉલ્લેખનિય છે કે,હાલ જેના સામે ફરિયાદ નોંધાઈ છે.તે યુવાન જામનગરમાં જ્યારે હાર્દિક પટેલ આવેલો ત્યારે તેની ગાડી પર ફેંકાયેલા ટમેટાના પ્રકરણથી વિવાદમાં આવ્યો હતો.આ પ્રકરણમાં તે ફરિયાદી હતો.તે ઉલ્લેખનિય છે.
    જો કે,જે મામલે ફરિયાદ નોંધાઈ છે તે ફેસબુક પરની વાતચીતની પાટીદાર સમાજમાં ભારે ચકચાર મચી ગઈ છે.