જામનગરમાં ૧૦.૩૦ કિલો ગાંજા સાથે ચાર ઝડપાયા - Sandesh
  • Home
  • Newspaper
  • જામનગરમાં ૧૦.૩૦ કિલો ગાંજા સાથે ચાર ઝડપાયા

જામનગરમાં ૧૦.૩૦ કિલો ગાંજા સાથે ચાર ઝડપાયા

 | 5:21 am IST
  • Share

  • નશીલા પદાર્થોની હેરાફ્ેરી પર એસ.ઓ.જી.ની ધોંસ
  • બે શખ્સો અગાઉ દ્વારકાના ગાંજાના કેસમાં પકડાયા હતા

। જામનગર । નશીલા પદાર્થોની હેરાફ્ેરી સામે પોલીસે ધોંસ બોલાવી છે.જામનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે ખુલ્લા પટમાં એસઓજીની ટીમે ગુરુવારે બપોરે બાતમીના આધારે એક ઇકો વાહન સાથે ચાર શખ્સોને રોકી તલાસી લેતા તેઓ પાસેથી ૧૦ કિલો ૩૦૦ ગ્રામ ગાંજો મળી આવતા ચારેયને પકડીને સીટી બી ડિવિઝન પોલીસ મથકને હવાલે કર્યા છે.
પકડાયેલા બે શખ્સો દ્વારકાના ગાંજા કેસમાં અગાઉ પકડાયા હતા.જામનગર એસ.ઓ.જી ટીમના પ્રવીણભાઈ કોડીયાતર અને મયુદ્દીન સૈયદને બાતમી મળી હતી કે, કેટલાક સખસો ગાંધીનગર વિસ્તારમાં માદક દ્રવ્યોના જથ્થા સાથે પસાર થવાના છે. ત્યારે એસઓજી પીઆઇ એસ. એસ. નીનામા ની સૂચનાથી પીએસઆઈ આર.વી. વીંછી અને એસઓજી ટીમે વોચ ગોઠવીને એક ઈકોગાડી સાથે સલીમ ઉફ્ર્ે સલીયો વલીમામદ મકોડા રાહુલ ઉફ્ર્ે કારો રાજુભાઈ દતેશરીયા તુષાર ઉફ્ર્ે ટકો હરીશ ગણાત્રા તેમજ મહેન્દ્રસિંહ ઉફ્ર્ે મેંદીયો ઉમેદસિંહ જાડેજા નામના શખ્સો ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલા મંદિર વાળા ચોગાનમાંથી મળી આવતા તેઓની તલાસી લેતા વાહનમાંથી ૧૦ કિલો ૩૦૦ ગ્રામની માત્રામાં ગાંજો મળી આવતા એસ.ઓ.જી. ટીમએ ઈકો વાહન અને ગાંજાનો જથ્થો કબ્જે કરીને તમામની ઉંડાણપુર્વક પૂછપરછ કરીને તેને કાનૂની કાર્યવાહી માટે સીટી બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યા હતા. પકડાયેલા શખ્સો પૈકીના સલીમ માકોડા અને રાહુલ દતેસરીયા ગત વર્ષ દ્વારકાના ગાંજાના કેસમાં પકડાઈ ચુક્યા હોવાનું પોલીસ સુત્રો જણાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો