જામનગરમાં ૨, રાજકોટ શહેરમાં ૧, પોરબંદર - ગીર સોમનાથમાં ૧-૧ કેસ - Sandesh
  • Home
  • Newspaper
  • જામનગરમાં ૨, રાજકોટ શહેરમાં ૧, પોરબંદર – ગીર સોમનાથમાં ૧-૧ કેસ

જામનગરમાં ૨, રાજકોટ શહેરમાં ૧, પોરબંદર – ગીર સોમનાથમાં ૧-૧ કેસ

 | 5:16 am IST
  • Share

  • સૌરાષ્ટ્રમાં કોરોનાના ૫ કેસ સામે ૪ દર્દી થયા સાજા
  • જૂનાગઢ, અમરેલી, મોરબી સહીતના જિલ્લામાં રાહત
    । રાજકોટ । સૌરાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાના ૫ કેસ નોંધાયા હતા. જેની સામે ૪ દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હવે તો જે જિલ્લામાં એક પણ કેસ ન્હોતા આવતા ત્યાં પણ સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. રાજકોટ, જામનગરમાં વધુ કોરોના કેસ સામે આવતા ચિંતા વધી છે.
    રાજકોટ શહેરમાં કોરોનાનો ૧ કેસ સામે આવ્યો છે. કુલ કેસનો આંકડો ૪૨૮૭૪ એ પહોચ્યો છે તો હાલ સારવાર હેઠળ ૮ દર્દી છે. જેની સામે ૨ દર્દી ડીસ્ચાર્જ પણ થયા છે. જામનગરમાં કોરોનાના ૨ કેસ તો તેની સામે ૧ દર્દી સાજો થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. પોરબંદર અને ગીર સોમનાથમાં કોરોનાનો એક – એક કેસ નવો દર્દી સામે આવ્યો છે. જયારે ભાવનગર શહેરમાં કોરોનાગ્રસ્ત દર્દી સાજો થઇ જતા ડીસ્ચાર્જ કરાયો હતો. રાજ્યમાં કોરોનાના વધુ ૩૧ કેસ સામે આવ્યા. જેમાં૫ કેસ સૌરાષ્ટ્રના છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો