જામનગર જીલ્લા જેલનો કાચાકામના કેદી જામીન પરથી ફરારઃ સુરતમાંથી ઝડપાયો - Sandesh
  • Home
  • Jamnagar
  • જામનગર જીલ્લા જેલનો કાચાકામના કેદી જામીન પરથી ફરારઃ સુરતમાંથી ઝડપાયો

જામનગર જીલ્લા જેલનો કાચાકામના કેદી જામીન પરથી ફરારઃ સુરતમાંથી ઝડપાયો

 | 6:08 am IST

  • લાલપુર પો.સ્ટે.ના હત્યાના પ્રયાસના આરોપી
  • જામનગરઃ જામનગર જીલ્લા જેલમાંથી હત્યાના પ્રયાસના કાચાકામના કેદીએ વચગાળાના જામીન પરથી ફરાર થઈ જતાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા શખસને ફર્લો સ્કવોડે સુરતથી પકડી લઈને આગળની કાર્યવાહી આરંભી છે.
    લાલપુર પોલીસ સ્ટેશનના હત્યાના પ્રયાસના ગુનામાં કાચા કામના આરોપી અજીમ ઉર્ફે અઝીઝ હબીબભાઈ ઓડેદરા (મેમણ)(રે.સુખનાથ ચોક ગીતા મંદીર પાસે, યતીમખાનાના મકાનમાં જુનાગઢ)વાળો જેલમાંથી ૧૦ દિવસના વચગાળાની રજા પર હોય અને ગતતા.૧ર/૬/૧૮ના રોજ રજા પુર્ણ થતા પરત જામનગર જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું. પરંતુ તે હાજર ન થઈ અને વચગાળાની રજા પરથી ફરાર થઈ ગયો હતો. છેલ્લા એકાદ વર્ષથી નાસતો-ફરતો હતો. તે આરોપી હાલ સુરતમાં હોવાની ફર્લો સ્કવોડને માહિતી મળી હતી. માહીતીના આધારે ફર્લો સ્કવોડના પીએસઆઈ સી.વાય.બારોટ સુરત જ હાજર હોય તેઓએ તપાસ આરંભી હતી. જામનગરથી ફર્લો સ્કવોડના ચંદ્રસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમ સુરત રવાના થઈ ગઈ હતી. ફરાર શખસ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો હોવાની માહિતી મળતાં પીએસઆઈ સહિતની ફર્લો સ્કવોડની ટીમે આરોપીને પકડી લઈને જામનગર લઈ આવી જીલ્લા જેલ ખાતે મોકલી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન