જાળવણીના અભાવે અનેક વીજ ટ્રાન્સફોર્મર્સની ગ્રીલ તૂટતાં નાગરિકોના માથે તોળાતું જોખમ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જાળવણીના અભાવે અનેક વીજ ટ્રાન્સફોર્મર્સની ગ્રીલ તૂટતાં નાગરિકોના માથે તોળાતું જોખમ

જાળવણીના અભાવે અનેક વીજ ટ્રાન્સફોર્મર્સની ગ્રીલ તૂટતાં નાગરિકોના માથે તોળાતું જોખમ

 | 3:58 am IST
  • Share

  •  શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મર્સ

  • ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરો મોતના મંઝર : જે તે વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટયા

 

જામનગરમાં પીજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારીને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉભા કરાયેલા વીજ ટ્રાન્સફોર્મરો મોતના મંઝર બની ગયા છે અને અનેક વિસ્તારોમાં ટ્રાન્સફોર્મરોને ફરતે લોખંડની ગ્રીલ ફીટ કરવામાં આવેલી ન હોવાથી ખુલ્લા ટ્રાન્સફોર્મરોના કારણે જે તે વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટયા છે.

જામનગર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મરોના કારણે લોકોના તેમજ પશુઓના વીજ શોક લાગવાથી મોત નિપજતાં હોવાના બનાવો બનતા રહે છે. ત્યારે વીજ તંત્ર દ્વારા બે વર્ષ પહેલા વીજ શોકથી લોકો તેમજ પશુઓને જીવ ન ગુમાવવો પડે તે માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કરોડોના ખર્ચે વીજ ટ્રાન્સફોર્મરોની ફરતે 2000 જેટલી લોખંડની ગ્રીલ મારવામાં આવી છે. જેના કારણે વીજ શોકના કારણે મૃત્યુના બનાવ છેલ્લા બે વર્ષથી ઘટયા છે. જે સારી બાબત છે. પરંતુ શહેરના વિકસ્તા વિસ્તારો જેવા કે, રણજીતસાગર રોડ પર આવેલી સોસાયટીઓમાં તેમજ શહેરના લીમડા લાઈન, રણજીતનગર, સાધના કોલોની, પટેલ કોલોની જેવા વિસ્તારોમાં વીજ ટ્રાન્સફોર્મરો ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો