જિલાની બ્રિજ પાસેની વસાહતમાં નવ વર્ષની બાળકી સાથે નરાધમનું દુષ્કર્મ - Sandesh
  • Home
  • Newspaper
  • જિલાની બ્રિજ પાસેની વસાહતમાં નવ વર્ષની બાળકી સાથે નરાધમનું દુષ્કર્મ

જિલાની બ્રિજ પાસેની વસાહતમાં નવ વર્ષની બાળકી સાથે નરાધમનું દુષ્કર્મ

 | 3:30 am IST

  • ઇંડા લાવી આપવાના બહાને બાળાને ઘરમાં બોલાવી હવસ સંતોષી

ા સુરત ા
જિલાની બ્રિજ પાસે આવેલી નાસિરનગર ઝૂંપડપટ્ટીમાં નવ વર્ષની બાળા સાથે નરાધમે દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ હતી. ઇંડા લાવી આપવાના બહાને પડોશમાં રહેતી બાળાને ઘરમાં બોલાવી એકલતાનો લાભ લઇ નરાધમે હવસનો શિકાર બનાવી હતી.
જિલાની બ્રિજના છેડા પર આવેલી નાસિરનગર ઝંૂપડપટ્ટીમાં આજે સવારે ૧૧-૩૦ વાગ્યે માસૂમ બાળા પર કુકર્મનો બનાવ બન્યો હતો. અહીં રહેતો સુલતાન સુભાનખાન પઠાણ (૧૯) કોઇ કામધંધો કરતો નથી. આજ સવારે નજીકમાં રહેતા પરિવારની ૯ વર્ષીય બાળા પર સુલતાનની નજર બગડી હતી. સુલતાને બાળકીને ઇંડા લાવી આપવાનું કહી ઘરમાં ઇંડાના પૈસા લેવા બોલાવી હતી. અહીં બાળા ઘરમાં જતા જ સુલતાને તેેણીનાં કપડાં કાઢી શારીરિક અડપલાં કર્યા બાદ દુષ્કર્મ આચર્યુ હતંુ. નરાધમની હવસનો ભોગ બનનારી બાળાએ માતા-પિતાને જાણ કરતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. કુકર્મ આચરનાર સુલતાન ભાગી છૂટયો હતો.
દરમિયાન સમગ્ર મામલો લાલગેટ પોલીસમાં પહોંચ્યો હતો. પીઆઇ એ.જી.રાઠોડે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી. દરમિયાન ગણતરીના કલાકોમાં જ પોલીસકર્મીઓ ભૂપેન્દ્ર ચૌહાણ અને ગણપતભાઇએ બાતમીને આધારે આરોપી સુલતાન સુભાન ખાન પઠાણને પકડી પાડયો હતો. લાલગેટ પોલીસે ભોગ બનનારી બાળકીનું હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવ્યું હતંુ. સ્થાનિક લોકોએ નરાધમ સુભાન સામે ભારે ફિટકાર વરસાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;