જિલ્લામાંથી ૩૦૦ કિ. ગ્રામ કોપર ચોરી કરનાર બે શખસ પકડાયાં - Sandesh
  • Home
  • Baroda
  • જિલ્લામાંથી ૩૦૦ કિ. ગ્રામ કોપર ચોરી કરનાર બે શખસ પકડાયાં

જિલ્લામાંથી ૩૦૦ કિ. ગ્રામ કોપર ચોરી કરનાર બે શખસ પકડાયાં

 | 3:42 am IST

 

ા વડોદરા ા

વડોદરા જિલ્લામાં વિવિધ સ્થળથી ૧૨ વખત કોપર ચોરી કરનાર બે શખસોને એલસીબીની ટીમે સાવલીથી પકડયાં હતાં.

શહેર નજીક સમલાયા રેલવે ફાટક પાસે વડોદરા પાસિંગની બાઇક પર પસાર થતાં બે શંકાસ્પદ શખસોને એલસીબીની ટીમે બાતમીને આધારે પકડયાં હતાં. મહેન્દ્ર ગોરધનભાઈ પાટણવાડીયા (રહે.ગોદમપુરા, સાવલી) અને રોહીત કોયાભાઈ પાટણવાડીયા (રહે.નવા મનોરપુરા, સાવલી) પાસે રોમટિરિયલની કોપરની કોયલ મળતાં તે દિશામાં પોલીસે બંનેની પુછપરછ કરી હતી. બંને શખસોએ ગત તા.૭ અને ૮મી રાત દરમિયાન કેઇસી કંપનીમાંથી અન્ય સાથીદારો કીશન રમણ પાવા અને વિષ્ણુ ઊર્ફે લાલો, મહેલુ રાજુભાઈ પાવાએ મળી ચોરી કરી હતી. સાવલીના ભંગારવાળા બાપુએ ચોરીનો માલ જરોદના ભંગારવાળા બંશીને વેચવાનું કહયું હતું. સાવલીમાં ચોરીનો ગુનો નોંધાયો હતો. પોલીસે ૧૬૦ કિલો ગ્રામ કોપરની કોયલ, ફોન, બાઇક મળી કુલ રૃ.૧.૨૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ટોળકીએ જિલ્લામાં વિવિધ સ્થળે ૧૨ વખત કોપરની ચોરી રકી હતી.

 

;