જિલ્લામાં એક વર્ષમાં 'ઠગાઈ' ઘટી, પણ 'વિશ્વાસઘાત' વધ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • જિલ્લામાં એક વર્ષમાં ‘ઠગાઈ’ ઘટી, પણ ‘વિશ્વાસઘાત’ વધ્યો

જિલ્લામાં એક વર્ષમાં ‘ઠગાઈ’ ઘટી, પણ ‘વિશ્વાસઘાત’ વધ્યો

 | 4:09 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

‘પ્રાણ જાયે પણ વચન ન જાયે’,’સૂરા બોલ્યા ન ફરે’,’જબાનની કિંમત હોય’ જેવી ઘણી લોક કહેવતો છે. જે વ્યકિતના વચનપાલનને રજૂ કરતી હતી. જો કે, સમયના બદલાતા વ્હેણ સાથે વ્યકિતના વચન પાલન અને વિશ્વસનિયતાને લગતી સમસ્યા અને બનાવો વધ્યા છે. જેના પગલે હવે ગુન્હાખોરીમાં પણ વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં સરમાખણી કરતાં ‘વિશ્વાસઘાત’ના બનાવોમાં સરેરાશ નોંધપાત્ર વધારો થયો છે. જો કે,’વિશ્વાસઘાત’ સામે નાણાંકીય લેવડલેવડ અને વ્યવહારોમાં ‘ઠગાઈ’ના બનાવો ઘટયા છે. ગત વર્ષે જિલ્લામાં પ્રથમ આઠ માસમાં જિલ્લામાં નોંધાયેલાં ૬૦ કેસની સામે આ વર્ષે માત્ર ૨૮ કેસ ફાઈલ થયા છે. એટલે કે, લોકો નાણાંકીય વ્યવહારોમાં સરખામણીએ કુશળ બન્યા છે. પરતું, લોકો વચ્ચેના આંતરિક વિશ્વાસ ભંગના બનાવો ચિંતાજનક હદે વધ્યા છે. વર્ષ ૨૦૨૦માં પ્રથમ આઠ માસમાં ત્રણ કિસ્સા નોંધાયા હતા. જેની સામે આ વર્ષે પ્રથમ આઠ માસમાં જ ભાવનગર જિલ્લામાં વિશ્વાસઘાતની ૧૦ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગર જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૦ના પ્રથમ આઠ માસ અને ચાલુ વર્ષના જાન્યુ.થી ઓગસ્ટ સુધીના આઠ માસ દરમિયાન નોંધાયેલાં વિવિધ ગુન્હાઓની આંકડાકીય માહિતીના આધારે વિશ્લેષણ કરવામાં આવે તો, ગત વર્ષના આઠ માસની સરખામણીએ આ વર્ષે આઠ માસ દરમિયાન હત્યાના બનાવો વધ્યા છે,જેની પાછળ જુની અદાવત, પારિવારિક કલેશ, ઝઘડો સહિતના કારણોને જવાબદાર માની શકાય. જયારે, ઘરફોડ અને વાહન ચોરી જેવા ગુન્હાઓ પણ વધ્યા છે. જેના પગલે તસ્કરોમાં પોલીસનો ડર કે ભય ન હોય તેવું સ્પષ્ટ થાય છે. એ જ રીતે અપહરણના બનાવોમાં પણ વધારો થયો છે. જો કે, આ ગંભીર ગુન્હાઓ સામે જીવલેણ હુમલા, ધાડ અને લૂંટ જેવા બનાવોમાં ઘટાડો નોંધાયો છે.

આમ, સર્વસામાન્ય રીતે ભાવનગર પોલીસે ગંભીર કહી શકાય તેવા ગુન્હાઓ પર અંકુશ લાવવા પ્રયાસ કર્યો છે. પરંતુ, અન્ય ગુન્હાખોરીએ માથું ઉંચકયું છે. તે હકિકત પણ સ્વિકારવી જ રહી.

ભાવનગર જિલ્લામાં નોંધાયેલાં ગુન્હા

ક્રમ   વિગત  વર્ષ-૨૦૨૦     વર્ષ-૨૦૨૧     વધઘટ

૧    હત્યા    ૨૨     ૨૩     (+)૦૧

૨    હત્યાની કોશિષ  ૧૪     ૦૭     (-)૦૭

૩    ધાડ     ૦૩     ૦૦     (-)૦૩

૪    લૂંટ      ૦૯     ૦૯     ૦૦

૪    ધરફોડ ચોરી     .૪૭    ૫૧     (+)૦૪

૫    .અપહરણ        ૪૧     ૫૫     (+)૧૪

૬    વાહન ચોરી      ૪૭     ૫૮     (+)૧૧

૭    ઠગાઈ   ૬૦     ૨૮     (-)૩૨

૮    વિશ્વાસઘાત    ૦૩     ૧૦     (+)૦૭

(આંકડા તા.૧ જાન્યુ.થી ૩૧ ઓગસ્ટ સુધીના)

પોલીસનો ડીટેકશન રેશિયો ૯૫ ટકાથી વધુ

ભાવનગ શહેર અને જિલ્લામાં એક તરફ ક્રાઈમ રેશિયોને લઈ ભારે મતમતાતંર જોવા મળી રહ્યા છે. અમુક ગંભીર કહી શકાય તેવા ગુન્હા પણ ક્રાઈમ રેશિયોમાં સમાવિષ્ય ન હોય તેવા ગુન્હાઓ સહિતના ગંભીર ગણાય તેવા ગુન્હાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે પોલીસ દ્વારા ગુન્હા ઉકેલવાની ઝડપી પણ એટલી જ તિવ્ર છે. ભાવનગર પોલીસના ક્રાઈમ કોન્ફરન્સમાં રજૂ થયેલાં આંકડાના આધારે જિલ્લામાં ક્રાઈમ ડીટેકશન રેશિયો સરેરાશ ૯૫ ટકાથી વધુ છે. એટલે જ નહીં, ગુન્હો નોંધાયા બાદ પોલીસ ઝડપાથી તેનું ડીટેકશન કરે છે. એટલ કે, ઓછા સમયમાં ગુન્હો ઉકેલવામાં હાલ પોલીસની પધ્ધતિ સફળ સાબિત થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;