જિલ્લામાં ટ્રેક્ટર અને બાઇક ચોરી કરનાર સગીર પકડાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જિલ્લામાં ટ્રેક્ટર અને બાઇક ચોરી કરનાર સગીર પકડાયો

જિલ્લામાં ટ્રેક્ટર અને બાઇક ચોરી કરનાર સગીર પકડાયો

 | 3:41 am IST

ા વડોદરા ા  

શહેર નજીક પોર ગામમાંથી ટ્રેક્ટર અને બાઇકની ચોરી બે દિવસ અગાઉ ચોરી થઈ હતી. આ ચોરીના ગુનામાં આજે જિલ્લા એસઓજીની ટીમે ૧૭ વર્ષના સગીરને પકડયો હતો. સગીરે ડભોઈના કુંઢેલા ગામની સીમમાં કેનાલ પાસે છુપાવેલ ચોરીનું બાઇક પોલીસે રિકવર કર્યું હતું.  

પોરઈંટોલા રોડ પરના ખેતરમાંથી બે દિવસ અગાઉ ટ્રેક્ટરની ચોરી થઈ હતી. નંબર વગરના ટ્રેક્ટર સાથે એક શખસ ડભોઈના ભીલાપુર પાસે આવનાર હોવાની બાતમી આજે એસઓજીની ટીમને મળી હતી. એસઓજીની ટીમે ભીલાપુર માઇનોર કેનાલ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રેક્ટર સાથે આવનાર શખસને પોલીસે પકડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન પકડાયેલા શખસની ઉંમર ૧૭ વર્ષની હોવાની બહાર આવ્યું હતું. આ સગીર ધો.૧૧ ભણેલો છે અને તેના પિતા સાથે ઈંટોલામાં કામ કરે છે. મોજશોખ માટે સગીરે લગભગ ૨૦ દિવસ અગાઉ ડભોઈની થરવાસા ચોકડી પાસેથી એક બાઇકની ચોરી કરી હતી. ચોરીનું બાઇક સગીરે કુંઢેલા ગામની સીમમાં માઇનોર કેનાલ પાસે સંતાડયું હતું. એસઓજીની ટીમે સ્થળ પર જઈ ચોરીનું બાઇક પણ રિકવર કર્યું હતું. વરણામા અને ડભોઈ પોલીસ મથકે દાખલ થયેલા ચોરીના ગુનામાં પોલીસે સગીરની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, આર્થિક ફાયદા માટે સગીરે વાહનોની ચોરી કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;