જિલ્લામાં 14 દિવસમાં માંડ 1,494 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી - Sandesh
  • Home
  • Gujarat
  • જિલ્લામાં 14 દિવસમાં માંડ 1,494 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી

જિલ્લામાં 14 દિવસમાં માંડ 1,494 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી

 | 4:55 am IST
  • Share

  13,352 ખેડૂતોને SMS કરી બોલાવાયા

ટેકાના ભાવ જેવા જ મુક્ત બજારમાં ભાવ હોવાથી ખેડૂતોને નિરસ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં  ટેકાના ભાવે મગફળીની ચાલી રહેલી ખરીદારીમાં  ટાઢોડુ પ્રવર્તી રહયું હોય તેમ  14 દિવસમાં માંડ1494 કિસાન મગફળી વેચવા આગળ આવ્યા હતા. 9 નવેમ્બરથી શરૂ થયેલી કાર્યવાહીમાં   અત્યાર સુધીમાં   13352 ખેડૂતોને માલ વેચવા આવવા સંદેશા મોકલાયા હોવા છતા ગણતરીના જ ખેડૂતો આગળ આવ્યા હતા.

પુરવઠા નિગમના સુત્રોેએ જણાવ્યું હતું કે, જિલ્લામાં  57579 કિસાનોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી અને તેમાંથી  ગત લાભપાંચમથી ખરીદારી શરૂ કરાયા બાદ 14 દિવસમાં 1494 કિસાનો જ 2921 મેટ્રીક ટન માલ વેચી ગયા છે. જેમની સામે અમે 9.60 કરોડનું ચૂકવણું પણ કરી દીધુું છે.   મગફળીના ટેકના ભાવ 1110 છે તેની સામે કિસાનોને મુક્ત બજારમાં પણ 1050થી 1100 સુધીના ભાવ મળી રહેતા હોવાથી કિસાનો ટેકાના ભાવે માલ વેચવામાં રસ ધરાવતા નથી. 13352 ખેડૂતોને મેસેજ મોકલીને બોલાવાયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો