જિલ્લામાં 3 દિવસમાં 356 વીજ જોડાણમાં તંત્રે રૂ. 63.20 લાખની વીજ ચોરી પકડી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • જિલ્લામાં 3 દિવસમાં 356 વીજ જોડાણમાં તંત્રે રૂ. 63.20 લાખની વીજ ચોરી પકડી

જિલ્લામાં 3 દિવસમાં 356 વીજ જોડાણમાં તંત્રે રૂ. 63.20 લાખની વીજ ચોરી પકડી

 | 3:58 am IST
  • Share

  •  તહેવારો શરૂ થવા સાથે તંત્રએ ડ્રાઈવ શરૂ કરી
  • મહુવા, તળાજા, ત્રાપજ, બગદાણા, પાલિતાણા, ઘોડીઢાળ સહિતના સ્થળે દરોડા
  • દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે, ત્યારે જ તંત્રએ પણ વીજ દરોડાની કાર્યવાહી ચાલું કરી છે, જેથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 365 વીજ જોડાણોમાંથી રૃપિયા 63.20 લાખની ગેરરીતિ બહાર આવી છે.

 

પીજીવીસીએલ ભાવનગર તંત્ર દ્વારા પોલીસ, એસઆરપી સહિતના બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં તા. 11 સોમવારે મહુવા પંથકમાં 118 જોડાણોમાંથી 17.34 લાખ, તા. 12, મંગળવારે તળાજા, ત્રાપજ અને બગદાણા પંથકમાં 118 જોડાણોમાંથી રૃપિયા 20.86 લાખ તેમજ તા. 13, બુધવારે પાલિતાણા, ઘોડીઢાળ, તળાજા પંથકમાંથી 120 જોડાણોમાંથી રૃપિયા ૨૫ લાખની ગેરરિતી ઝડપાઈ હતી.

પાલીતાણામાં 9 ટીમ દ્રારા 140 વિજ કનેક્શન ચેક કરાયા, જેમા 24 કનેકશનમા વિજ ચોરી ઝડપાય હતી, જેનો પુરવણી બીલ 573000 તેમજ પાલીતાણા રુલર સબ ડીવીઝનના ગામો મા 10 ટીમ દ્રારા કુલ 205 વિજ કનેક્શન ચેક કરાયા, જેમા 41 વિજ કનેક્શનમા વિજ ચોરી ઝડપાતા કુલ રૃપિયા 681000 પુરવણી બીલ અપાયા હતા. તેમજ ઘોડીઢાળ સબ ડીવીઝનના ગામડાઓમાં 8 ટીમ દ્રારા 264 વિજ કનેક્શન ચેક કરાયા હતા, જેમા 33 વિજ કનેક્શનમા વિજચોરી જડપાય હતી, જેનું પુરવણી બીલ 723000 અપાયા હતા, તળાજા શહેરમા કુલ 8 ટીમ દ્રારા વિજ ચેકીંગ હાથ ધરાયું  હતુ, જેમા 91 કનેકશન ચેક કરતા 23મા વિજ ચોરી જડપાય હતી,  જેનું પુરવણી બીલ 542000  અપાયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો