જિલ્લા પંચાયતનો નૂતન અભિગમ ઘરે બેઠા થશે સમસ્યાનું નિરાકરણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જિલ્લા પંચાયતનો નૂતન અભિગમ ઘરે બેઠા થશે સમસ્યાનું નિરાકરણ

જિલ્લા પંચાયતનો નૂતન અભિગમ ઘરે બેઠા થશે સમસ્યાનું નિરાકરણ

 | 2:31 am IST

લેન્ડલાઈન પર કરેલી રજૂઆત સીધી જ ડીડીઓ સુધી પહોંચશે

ા ડભોઈ ા

જીલ્લા પંચાયત વડોદરાનો એકનૂતન અભિગમ માત્ર એક નંબર ડાયલ કરો અને આપણી સમસ્યાનું સચોટ અને ઝડપી નિરાકરણ થાય એવા શુભ આશયથી વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાત માં સૌ પ્રથમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તેમજ ગ્રામપંચાયત ને લગતા પ્રશ્નો ની રજુઆત કરવા પ્રજા ને પંચાયત ઓફ્ીસ સુધી આવવુન પડે તે માટે રાજુઆતકર્તા ટેલિફેન દ્વારા પોતાની રજુઆત જિલ્લા, તાલુકા તેમજ ગ્રામપંચાયત ને કરી શકે તે માટે ટેલિફેન હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરવામાં આવેલ ટેલિફેન નંબર ૦૨૬૫-૨૪૩૮૧૧૦ ઉપર સવારે ૧૦ઃ૩૦ થી સાંજ ના ૬ઃ૦૦ કલાક સુધી રજુઆત કરી શકાશે. અને આ રજુઆત કરનાર ને ફ્રિયાદ નંબર આપવામાં આવશે જેથી તેઓની રજુઆતનો જવાબ કેટલા દિવસ માં મળશે તે ફ્રિયાદ નંબર ના આધારે જાણી શકશે કે પોતાની રજૂઆત નું સ્ટેટસ ક્યાં સુધી પહોંચ્યું છે અને જો માહિતગાર ઈમેલ નંબર એડ કરવામાં આવશે તો તેની જાણ પણ તેના ઈમેલ ઉપર પણ કરવામાં આવશે. લેન્ડલાઈન પર કરેલ રજુઆત સીધી જ જિલ્લા વિકાસ અધિકારી સુધી પહોંચશે.

ત્યાર બાદ રજુઆત ને જે તે વિભાગ માં મોકલવામાં આવશે અને દર સોમવારે અને ગુરુવારે પંચાયત ના તમામ હોદ્દેદરો ફ્રિયાદ તેમજ રજુઆતો ઉપર ધ્યાન પૂર્વક અભ્યાસ કરશે અને તેનું નિરાકરણ લાવવા પૂરતા પ્રયત્ન કરશે.

ગુજરાત ની સૌપ્રથમ લેન્ડલાઈન ફ્રિયાદ કેન્દ્ર શરૂ કરવા નો હેતુ એ છે કે છેવાળા- અંતરિયાળ વિસ્તારના નાગરિકોને કોઈ કામ હોય તો તેને જિલ્લા,તાલુકા,કે ગ્રામ પંચાયત સુધી જવાની જરૂર રહેશે નહીં હાલ મોદી સરકાર દ્વારા દરેક નાગરિકને સરળતાથી તેના પ્રશ્નો હલ કરવા માટે ડિજિટલના માધ્યમનો ઉપયોગ કર્યો છેઅને તે પોતાની રજુઆત ફ્ક્ત એક ફેન કરી ને તંત્ર સુધી પહોંચાડી શકે છે.

પ્રજા માટે ઘેર બેઠા સમસ્યા નું નિરાકરણ થાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઇ પટેલ

(વકીલ),તાલુકા પંચાયત પ્રમુખતથા તાલુકા પંચાયત ઉપપ્રમુખ યગ્નેશ ઠાકોર તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;