જીવનની નાની-મોટી દરેક સમસ્યા માટે રામબાણ છે આ ટુચકા, અજમાવી જુઓ એકવાર - Sandesh
  • Home
  • Astrology
  • જીવનની નાની-મોટી દરેક સમસ્યા માટે રામબાણ છે આ ટુચકા, અજમાવી જુઓ એકવાર

જીવનની નાની-મોટી દરેક સમસ્યા માટે રામબાણ છે આ ટુચકા, અજમાવી જુઓ એકવાર

 | 5:23 pm IST

જ્યોતિષશાસ્ત્રમાં ટુચકાઓનું ખાસ મહત્વ રહેલું છે. જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓના નિવારણ માટે આ ટુચકા અસરકારક સાબિત થાય છે. આ ઉપાયથી રોગ, માનસિક ચિંતા, શારીરિક પીડા દૂર થાય છે તેમજ ઘરમાં અન્ન-ધન, સુખ-શાંતિ અને બરકત હંમેશા ટકી રહે છે.
 
– સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે.
– આસોપાલવના મૂળમાંથી એક ટુકડો ઘરે લાવી તેને મંદિરમાં રાખી રોજ તેની પૂજા કરવાથી ધનની કમી નથી રહેતી.
– સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.
– પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ ન આખી દો. પછી પોતું મારો. તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
– જો પતિ પત્ની વચ્ચે ઝગડો થતો રહે છે તો પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે.
– હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ કરીને સૂવો. પૂર્વની તરફ માથુ કરીને સૂવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને સૂવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે.
– તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો. તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો.
– તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો. એકમાં થોડા રૂપિયા મુકીને બંધ કરો અને તેમાંથી રૂપિયા કાઢશો નહી. બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો.
– ઘરમાં તુટેલું ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કચરો રહેતો હોય તો તેને ઝડપથી ઘરમાંથી બહાર કાઢવા.