જીવનમાં સકારાત્મક અસર ફેલાવતી ફેંગશૂઈ ટિપ્સ - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • જીવનમાં સકારાત્મક અસર ફેલાવતી ફેંગશૂઈ ટિપ્સ

જીવનમાં સકારાત્મક અસર ફેલાવતી ફેંગશૂઈ ટિપ્સ

 | 4:28 am IST
  • Share

શયનખંડમાં દર્પણ, ટીવી તથા ડ્રેસિંગ ટેબલ પલંગની સામે હોય તો પતિ-પત્નીના સંબંધો વણસે છે

ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર ફેંગશૂઈમાં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. જેનું ધ્યાન રાખવામાં આવે તો ચોક્કસ શુભ અસર મેળવી શકાય છે. કેટલીક ફેંગશૂઈ ટિપ્સ અહીં પ્રસ્તુત છે.

ટોઇલેટની ખોટી જગ્યાથી ધનહાનિ થાય છે

જો ટોઇલેટ દક્ષિણ-પૂર્વ દિશામાં હોય અને તે તમારા ઘરની ધન-સંપત્તિની દિશા હોય તો બહુ ઝડપથી ધન-સંપત્તિને નુકસાન કરે છે. જો

ટોઇલેટ દક્ષિણ-પિૃમ દિશામાં હોય તો તે લગ્નજીવનમાં ખરાબ અસર કરે છે. અગર ટોઇલેટ ઘરની ઉત્તર દિશામાં હોય તો કારકિર્દી પર ખૂબ જ વિપરીત કે ખરાબ અસર પડે છે.

શયનખંડમાં દર્પણ અને ટીવી ન રાખવું

શયનખંડ એટલે કે બેડરૂમમાં દર્પણ લગાવવું વર્જિત છે. જો શયનખંડમાં દર્પણ, ટીવી તથા ડ્રેસિંગ ટેબલ પલંગની સામે હોય તો તેને કારણે પતિ-પત્નીના સંબંધો વણસે છે અને ક્યારેક વાત છુટાછેડા સુધી પણ પહોંચી જાય છે. જ્યારે તમે નવું ઘર બનાવો ત્યારે વૉર્ડરોબ કે તિજોરીઓના કાચ અંદરની બાજુએ હોવા જોઈએ. કોઈપણ રીતે શયનખંડમાં ટીવી કે દર્પણ ઉઠાવી કે ત્યાંથી હટાવી શકાય તેમ ન હોય તો એને સૂતી વખતે કપડાંથી ઢાંકી દેવું.

ટેલિફોન ઉત્તર-પિૃમમાં રાખો      

ઉત્તર-પિૃમ દિશા ધાતુ તત્ત્વની હોય છે એટલે કે આ બંને દિશા ધાતુ તત્ત્વથી બનેલી હોય છે. ઉત્તર-પિૃમ દિશા મિત્રો અને સહાયકોની છે, તેથી આ દિશામાં ટેલિફોન અને ફેક્સ મશીન રાખવું શુભ સંદેશ આપે છે અને આપતું રહે છે.

તિજોરી ક્યારેય ખુલ્લી ન રાખવી

ખુલ્લી તિજોરીઓમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહ્યાં કરે છે, જે ખરાબ ઊર્જા હોય છે. આ સિવાય તે બીમારીઓનું કારણ પણ બને છે. આનો કુપ્રભાવ ધીરેધીરે પડે છે, તેથી તિજોરીનો ઉપયોગ કરી લીધા પછી દરવાજાઓને બંધ કરી દેવા જોઈએ.

થાંભલાની નીચે માથું રાખીને ન સુવાય

થાંભલાની નીચે પલંગ, ચૂલો, ડાઈનિંગ ટેબલ હોય તો ‘ચી’ ઊર્જાનો પ્રભાવ વધે છે. તેનાથી વ્યક્તિ પોતાને તણાવગ્રસ્ત, થાકેલો અને ઉદાસ અનુભવે છે, તેથી ડાઈનિંગ ટેબલ વગેરે વસ્તુને થાંભલાની નીચેથી હટાવી દેવી અને જો આમ થઈ શકે તેમ ન હોય તો ગોળાનો પ્રકાશ નીચેથી થાંભલા પર ફેંકવો. થાંભલાના આ દુષ્પ્રભાવને સમાપ્ત કરવા માટે વાંસળીનો પ્રયોગ પણ કરી શકાય. થાંભલાના કારણે ઉત્પન્ન શક્તિશાળી નકારાત્મક ઊર્જાને નિયંત્રિત કરવા માટે લાકડાની વાંસળીને લાલ દોરાની મદદથી માથા નીચેથી થાંભલા સુધી 45 ડિગ્રીના ખૂણા સુધી લટકાવાય છે.

પતિ-પત્નીએ એક જ ઓશિકું લેવું

પતિ-પત્ની બે અલગ-અલગ તકિયા કે ઓશિકામાં સૂએ તો અશુભ માનવામાં આવે છે. તેને કારણે પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ ઊભી થાય છે. આવું ન થાય તેના માટે પતિ- પત્નીએ મોટા એક જ ઓશિકામાં સૂવું.

ટાંકી કે પાઈપ લીકેજ ન હોવાં જોઈએ 

પાણીની ટાંકી કે પાઈપમાંથી પાણી લીકેજ થતું હોય તો તેને તરત બંધ કરાવી દેવું, કારણ કે પાણીને

ધનની સંજ્ઞા આપવામાં આવેલી છે. આવા લીકેજથી આપણી સંપત્તિ અને સૌભાગ્ય પર ખરાબ અસર થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો