જૂનાગઢના વીજાપુરમાં રૂ.૯૦ લાખની ખનીજચોરી ઝડપાઈ - Sandesh
 • Home
 • Junagadh
 • જૂનાગઢના વીજાપુરમાં રૂ.૯૦ લાખની ખનીજચોરી ઝડપાઈ

જૂનાગઢના વીજાપુરમાં રૂ.૯૦ લાખની ખનીજચોરી ઝડપાઈ

 | 1:00 am IST

 • RR સેલ, પોલીસ, ખાણ ખનીજ ખાતાનો દરોડો
 • રૂ.૭૦ લાખના ટ્રક અને ટ્રેકટર કબજે કરાયા
  જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના વીજપુર ગામેથી આર.આર. સેલ, પોલીસ અને ખાણ ખનીજ ખાતાએ રૂ.૯૦ લાખની ખનીજચોરી પકડી પાડી રૂ.૭૦ લાખની કિંમતના ટ્રક, ટ્રેકટર કબજે કરી ત્રણથીચાર મજુરોની અટકાયત કરી હતી. અંદાજે દોઢ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો.
  જૂનાગઢના વીજાપુર ગામની ગૌચરની ખરાબાની જમીનમાં ખનીજચોરી થઈ રહી હોવાની માહિતીના આધારે આરઆર સેલ, પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી
  અને ૯૦ લાખની ખનીજચોરી ઝડપી લઈ રૂ.૭૦ લાખના ટ્રક અને ટ્રેકટર કબજે કરી ત્રણથીચારમજુરા.નછ અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે.
  આરઆર સેલના પીઆઈ પીઠવા ફરિયાદી બન્યા છે. આ કામગીરીમાં આરઆર સેલના પીઆઈ પીઠવા, ખાણ ખનીજ ખાતાના અધીકારી અવિનાશ આકોલકર વગેરે જોડાયા હતા. સ્થળ પર માપણીની કામગીરી કરવામાં આવી છે.