જૂનાગઢમાં વ્રજધામ હવેલીના હોલમાં મુખ્યાજીનો ગળેફંસો ખાઈને આપઘાત - Sandesh
  • Home
  • Jamnagar
  • જૂનાગઢમાં વ્રજધામ હવેલીના હોલમાં મુખ્યાજીનો ગળેફંસો ખાઈને આપઘાત

જૂનાગઢમાં વ્રજધામ હવેલીના હોલમાં મુખ્યાજીનો ગળેફંસો ખાઈને આપઘાત

 | 6:32 am IST

  • એક વર્ષ પહેલા જ લગ્ન કરેલા, ચાર મહિનાથી આવ્યા હતા
  • જૂનાગઢઃ જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં આવેલી એક હવેલીના યુવાન મુખ્યાજીનો બપોરના સમયે હવેલીના હોલમાં પંખા સાથે સાડી બાંધીને ગળેફંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસે તપાસ શરુ કરી છે.
    જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં રામ મંદિર પાસે આવેલી વ્રજધામ હવેલીમાં બપોરે ૪.૩૦ વાગ્યે મહિલાઓ સત્સંગ માટે આવી હતી ત્યારે હવેલીનો દરવાજો બંધ હોય વારવાર ખટખટાવ્યા છતાં નહી ખોલતા સામે રહેતા કિશોર ગોરધનભાઈ હદવાણીને જાણ કરવામાં આવી હતી. તેમણે મહેનત કરી દરવાજો ખોલતા હવેલીના હોલમાં પંખા સાથે હવેલીના મુખ્યાજી અને સેવાપૂજા કરતા પ્રવીણ બાબુભાઈ જોશી ઉ.૨૭ સાડી વડે ગળેફંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તુરંત સી ડીવીજન પોલીસને જાણ કરતા પીઆઈ બડવા સહિતનાએ આવીને તપાસ કરી હતી. પરંતુ કોઈ કારણ બહાર આવ્યું ન હતું. પોલીસે જણાવ્યું કે સવારે ૧૧.૩૦ કલાકે હવેલી બંધ થયા બાદ કોઇપણ સમયે આ પગલુંભરી લીધું હતું. પ્રવીણભાઈ મૂળ રાજસ્થાનના આંબલી ગામના વતની છે, અને છેલ્લા ચાર મહિનાથી અહી સેવાપૂજા કરતા હતા, તેઓની પત્ની સાથે આણાને લઈને કોઈ પ્રશ્ન ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી કોઈ પારિવારિક મુદેઅંતિમ પગલું ભરી લીધાનું હાલ પોલીસ માની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન