જૂનાગઢમાં સેવા સેતુ કાર્યક્રમમાં ગરીબો પાસેથી પડાવાયા રૂપિયા - Sandesh
 • Home
 • Jamnagar
 • જૂનાગઢમાં સેવા સેતુ કાર્યક્રમમાં ગરીબો પાસેથી પડાવાયા રૂપિયા

જૂનાગઢમાં સેવા સેતુ કાર્યક્રમમાં ગરીબો પાસેથી પડાવાયા રૂપિયા

 | 6:34 am IST

 • ઉઘરાણા ઇ્ર્ં ગેરહાજર, કલાકો સુધી સ્ટેમ્પ ન મળ્યા, ઉડાવ જવાબો મળ્યા
 • જૂનાગઢઃ જૂનાગઢ શહેરમાં આજે ચાર વોર્ડનો સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં તંત્રની લાપરવાહી અને મીઠી નજર હેઠળ ગરીબ અને અભણ લાભાર્થીઓ કલાકો સુધી ટલ્લે ચડયા હતા અને લેભાગુ દુકાનો નાખીને બેઠેલા વ્યક્તિઓ પાસે ફેર્મ ભરવાના નામે ૫૦-૫૦ રૂપિયામાં લુટાયા હોવાની બુમ ઉઠી હતી. આ કાર્યક્રમમાં માત્ર ને માત્ર ફેટા પડાવીને ચાલતી પકડનારા અધિકારીઓ બાદમાં ઉડાવ જવાબ દેતા હોવાનું લોકોએ જણાવ્યું હતું.
  રાજ્ય સરકારે સેવા સેતુ નામે દરેક જિલ્લામાં શહેરમાં કાર્યક્રમો શરુ કર્યા છે, તેમાં સરકાર ખુદ લોકોના આંગણે આવીને તેમનું કામ કરી આપતી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આજે જૂનાગઢમાં આ દાવો પોકળ સાબિત થયો હોય તેવું જણાઈ આવ્યું હતું. આજે વોર્ડ નંબર ૮,૯,૧૦ અને ૧૧ નો આઝાદ ચોક ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં સવારે મેયર, મ્યુ.કમિશ્નર અને ડે.કમિશ્નરના હાથે ઉદઘાટન થયા બાદ જુદા જુદા ૧૩ વિભાગોના ૫૭ યોજનાના ૨૨ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તેમાં કામગીરી શરુ થઈ હતી.
  બપોર બાદ અહી આવતા લાભાર્થીઓ ટલ્લે ચડયા હતા, એક મહિલા લાભાર્થીએ જણાવ્યું કે તેઓ આવકના દાખલા માટે આવ્યા હતા પરંતુ છેલ્લા દોઢ કલાકથી અહી સ્ટેમ્પ ખૂટી ગયો હતો, આ અંગે ત્યાં બેઠેલા કર્મચારીને પૂછતા ક્યારે આવશે તે ખબર નહી હોવાનો ઉડાવ જવાબ આપ્યો હતો. ચુડાસમા યાજ્ઞી નામની યુવતી તેની દાદી માટે વિધવા સહાય માટે આવી હતી, તેને ફેર્મ ભરવાના ૫૦ રૂપિયા પડાવ્યા હતા. આ સિવાય અનેક અભણ લાભાર્થીઓએ જણાવ્યું કે તેને ફેર્મ ભરતા આવડતું ન હોય જેથી તેની પાસેથી પૈસા લીધા હતા.
  વોર્ડ નંબર ૯ ના ભાજપના કોર્પોરેટર ચેતનાબેન ચુડાસા અહી આવ્યા ત્યારે તેમણે સમગ્ર મામલે મ્યુ.કમિશ્નર અને અધિકારીઓને ફેન કરીને જાણ કરી હતી. છતાં સાંજ સુધી કોઈ એક્શન લેવાયા ન હતા. આજે આરટીઓ સંબંધિત કામગીરી થઈ ન હતી કારણ કે તેઓ આજે આવ્યા જ હોવાનું લાભાર્થીઓએ જણાવ્યું હતું. આ મામલે તપાસ થાય તેવી લોકોની માંગ ઉઠી છે.
 • નાણા પડાવતા લોકો માટે ટેબલ ખુરશી-પંખા
  જૂનાગઢ : અહી તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે સવલતો ઉભી કરવી જોઈએ પરંતુ અહી તો બીજો જ ઘાટ જોવા મળ્યો હતો. જે લોકોએ લાભાર્થીઓ પાસેથી ફેર્મ ભરવાના નામે પૈસા પડાવતા હતા તે લોકો માટે સેવા સેતુના મંડપમાં જ મંડપ, બેસવા ખુરશી, પંખાની વ્યવસ્થા કરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન