જૂનાગઢમાં ૨૬ ઝુપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવાના મામલે મેયરને આવેદન અપાયું - Sandesh
  • Home
  • Jamnagar
  • જૂનાગઢમાં ૨૬ ઝુપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવાના મામલે મેયરને આવેદન અપાયું

જૂનાગઢમાં ૨૬ ઝુપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવાના મામલે મેયરને આવેદન અપાયું

 | 6:30 am IST

  • ૨૬ વર્ષમાં નગરપાલિકા અને મનપામાં ચાર ઠરાવ છતાં નિર્ણય નહી
  • જૂનાગઢઃ જૂનાગઢમાં શહેરી વિસ્તારમાં આવેલી ૨૬ જેટલી ઝુપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવા માટે વર્ષ ૧૯૯૩ થી અત્યાર સુધીમાં નગરપાલિકા અને મનપામાં ચાર ઠરાવ કરવામાં આવ્યા છતાં હજુ સુધી મનપા દ્વારા માપણી કરીને દસ્તાવેજ કરવાની કામગીરી ન કરવામાં આવતા આ અંગે આજે ફ્રીવાર રજૂઆત કરવામાં આવી હતી, આ મુદ્દે તા.૨૩ મી એ મુખ્યમંત્રીને મળવા નહી દેવાય તો કાર્યક્રમના વિરોધની ચીમકી પણ આપવામાં આવી છે.
    જૂનાગઢ શહેરમાં જયારે નગરપાલિકા હતી ત્યારે વર્ષ ૧૯૯૩ થી બે વખત અને મનપા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં બે વખત એમ ચાર વખત શહેરની ૨૬ જેટલી ઝુપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવા માટે ઠરાવો કરવામાં આવ્યા હતા. વેરો ભરવા માટે પૂર્વ મેયરે ઠરાવ કર્યા બાદ હજુ સુધી મનપા દ્વારા વેરો માપણી માટેની કામગીરી શરુ નહી કરવામાં આવતા અને ઝુપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવા માટે દસ્તાવેજ નહી કરી આપતા આ મામલે અનેકવાર રજુઆતો કરી હતી.
    છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે યુવા દલિત સેનાના પ્રમુખ ધર્મેશ પરમાર, વોર્ડ નંબર ચારના કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણા, પૂર્વ કોર્પોરેટર દાનભાઈ કેશવાલા, રાજુભાઈ સોલંકી સહિતનાએ આજે મેયરને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા તેમજ તા.૨૩ મી એ જૂનાગઢ આવતા મુખ્યમંત્રીને મળવાનો આવેદન દેવાનો સમય નહી આપવામાં આવે તો વિરોધ કરવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન