જૂના દીવામાં ગ્રામ્યકક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - Sandesh
  • Home
  • Baroda
  • જૂના દીવામાં ગ્રામ્યકક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

જૂના દીવામાં ગ્રામ્યકક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

 | 2:04 am IST

છેવાડાના નાગરિકોના પ્રશ્નો ઉકેલાશે

રાજ્ય સરકારની યોજનાની જાણકારી અપાઇ

। ભરૃચ ।

ગ્રામ્યકક્ષાએ સેવાસેતુ કાર્યક્રમ અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામે મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તાલુક પંચાયતના પ્રમુખ માલતીબેન સોલંકી, પ્રાંત અધિકારી રમેશ ભગોરા ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકાના જુના દીવા ગામે કલસ્ટરના નવા દિવા, બોરભાઠા ગામ, બોરભાઠા બેટ, નવા બોરભાઠા, નવી દિવી, ખાલપીયા અને સરફુદ્દીન ગામોના અરજદારોને સ્થળ પર જ દાખલા તથા મંજૂરી પત્રોનું પ્રતિકાત્મક વિતરણ મંત્રીએ કર્યુ હતુ. ઉપસ્થિત ગ્રામજનો, અરજદારોને સંબોધતા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યુ હતુ કે, સેવાસેતુ કાર્યક્રમ થકી પ્રજાની લાગણી-માંગણી અને અપેક્ષા સ્થળ પર જ પુર્ણ કરવામાં આવી રહી છે. રાજય સરકારની અનેક વિધ યોજનાઓની જાણકારી આપી લાભ લેવા જણાવ્યુ હતું.

;