જૂન ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુ.ફંડનું રોકાણ ૭૧% ઘટયું - Sandesh
  • Home
  • Business
  • જૂન ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુ.ફંડનું રોકાણ ૭૧% ઘટયું

જૂન ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુ.ફંડનું રોકાણ ૭૧% ઘટયું

 | 3:31 am IST

મુંબઇ :

શેરમાર્કેટમાં વોલેટાઇલ ટ્રેન્ડ રહેવાના કારણે જૂન ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી મ્યુ. ફંડના રોકાણમાં ૭૧ ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલ- જૂન દરમિયાન ઇક્વિટી મ્યુ. ફંડમાં માત્ર રૂ.૯,૪૦૦ કરોડનું નવું રોકાણ આવ્યું છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાનગાળામાં ઇક્વિટી મ્યુ. ફંડમાં રૂ.૩૨,૯૩૩ કરોડનો નેટ આઉટફ્લો નોંધાયો હતો. એમ્ફિના આંકડા મુજબ ઇક્વિટી-લિંક્ડ સેવિંગ સ્કીમ્સ સહિતના ઇક્વિટી ફંડમાં એપ્રિલ મહિનામાં રૂ.૪,૪૩૮ કરોડ, મે મહિનામાં રૂ.૪,૭૨૧ કરોડ અને જૂન મહિનામાં રૂ.૩૨૦ કરોડનો નેટ ઇનફ્લો રહ્યો છે. આ સાથે જૂન ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુ. ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં રૂ.૯,૪૭૯ કરોડનું નવું રોકાણ આવ્યું છે. વોલેટાઇલ ઇક્વિટી માર્કેટમાં પણ ગત ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં ઇક્વિટી મ્યુ. ફંડ સેગ્મેન્ટમાં નવા રોકાણનો પ્રવાહ જળવાયા બાદ છેલ્લે માર્ચ મહિનામાં ઇક્વિટી મ્યુ. ફંડમાં રૂ.૧,૩૭૦ કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. સમીક્ષાધિન સમયગાળા દરમિયાન બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૬.૫ ટકા વધ્યો છે.