જેઈઈ-મેઈનનું રિઝલ્ટ હજુ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • જેઈઈ-મેઈનનું રિઝલ્ટ હજુ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

જેઈઈ-મેઈનનું રિઝલ્ટ હજુ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

 | 2:00 am IST
  • Share

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ હજુ સુધી જેઈઈ-મેઈનનું રિઝલ્ટ જાહેર નહીં કરતા ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. પહેલી વખત એનટીએ દ્વારા ચાર વખત જેઈઈ-મેઈન લેવાઈ છે. તેના કારણે કટઓફ નક્કી કરી શકાતો નથી. આ કારણોસર રિઝલ્ટ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યાનું જાણવા મળે છે.

ગત તા.૧૦ના રોજ રિઝલ્ટ જાહેર થવાનું હતું, પરંતુ થયું નહીં. તા.૧૧ના રોજ પણ રિઝલ્ટ આવ્યું નહીં. રવિવારે તો ના આવ્યું અને સોમવારે પણ રિઝલ્ટ ના આવ્યું. જેથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. એવું જાણવા મળે છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રથમ વખત જેઈઈ-મેઈન ચાર વખત લેવાઈ છે. અન્યથા ત્રણ વખત જ લેવાતી હતી. ચાર વખત જેઈઈ-મેઈન લેવાના કારણે હજુ સુધી કટઓફ નક્કી થઈ શક્યો નથી. તેના કારણે રિઝલ્ટ પણ જાહેર થઈ શક્યું નથી.

જેઈઈ-મેઈનનું રિઝલ્ટ જાહેર નહીં થવાના કારણે રાજ્યની પ્રિમિયમ ઈન્સ્ટિટયૂટમાં હજુ સુધી કાઉન્સેલિંગ શરૃ થયા નથી. એસીપીસી લગભગ આ બુધવારે પ્રથમ રાઉન્ડનું એલોટમેન્ટ જાહેર કરશે, પરંતુ બીજા રાઉન્ડમાં કમિટીને મુશ્કેલી પડી જશે અને બીજો રાઉન્ડ લંબાય તેવી પણ શક્યતા છે. કેમકે વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં જવું? તેનો નિર્ણય જ કરી શક્તા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન