જેક માથી પણ ધનવાન છે આ ભ્રષ્ટાચારી  - Sandesh
1.6M
1M
1.7M
APPS

જેક માથી પણ ધનવાન છે આ ભ્રષ્ટાચારી 

 | 3:00 am IST
  • Share

દુનિયાનો કોઈ દેશ એવો નથી કે જે ભ્રષ્ટાચારમુક્ત હોય, ભલેને પછી તેના માટે ભ્રષ્ટાચારીને ગમે તેટલી મોટી સજા કેમ ન કરવામાં આવે! ચીનમાં ભ્રષ્ટાચારનો બહુ મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચીનના હાઈકૂ સિટીના પૂર્વ મેયર ઝાંગ કીના ઘરે દરોડો પાડવામાં આવ્યો ત્યારે તેના ઘરના બેઝમેન્ટમાં એવું દૃશ્ય જોવા મળ્યું કે બધાની આંખો ફાટી ગઈ. દરોડા દરમિયાન બેઝમેન્ટમાંથી 13 ટન સોનું અને બે લાખ બાંસઠ હજાર કરોડ રૂપિયાની કેશ મળી આવી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં ચીનના વર્તમાન રાષ્ટ્રપતિ શી જિનપિંગે પદભાર સંભાળ્યો ત્યારથી લઈને અત્યાર સુધી ભ્રષ્ટાચારના મામલાઓમાં 10 હજાર લોકો દોષી ઠર્યા છે. તેમાંથી 120 લોકો તો એવા છે જેઓ ચીનમાં મહત્ત્વના પદ પર હતા. તેમાંથી કેટલાંક મિલિટરી ઓફિસર્સ પણ હતા. જો ઝાંગ કી પર ભ્રષ્ટાચારના આરોપ સાબિત થાય (મુદ્દામાલ પરથી લાગે છે કે થશે જ!) તો તે ચીનના સૌથી અમીર વ્યક્તિ જેક માથી પણ વધારે ધન રાખનારી વ્યક્તિ બની જશે. જોકે, એ વાત અલગ છે કે ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થશે તો તે આમાંથી એક પણ રૂપિયો વાપરી નહીં શકે, કારણ કે આ માટે તેને મૃત્યુદંડની સજા મળી શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો