જેતપુરના વેપારી પાસેથી રૂ.૧.૬૯ કરોડની રકમ પડાવનાર ૨ શખ્સો ૬ દિવસના રિમાન્ડ પર - Sandesh
  • Home
  • Jamnagar
  • જેતપુરના વેપારી પાસેથી રૂ.૧.૬૯ કરોડની રકમ પડાવનાર ૨ શખ્સો ૬ દિવસના રિમાન્ડ પર

જેતપુરના વેપારી પાસેથી રૂ.૧.૬૯ કરોડની રકમ પડાવનાર ૨ શખ્સો ૬ દિવસના રિમાન્ડ પર

 | 12:23 am IST

  • મોરબીઃ મોરબીના જેતપર ગામના વેપારી સાથે પેટ્રોલપંપના નામે રૂ. ૧.૬૯ કરોડની ઠગાઈ કરનાર ટોળકીના બે શખ્સોએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી છે કે તેઓએ અગાઉ પણ ખેડા અને પૂનાના વેપારીઓને છેતર્યા હતા. આ બન્ને શખ્સોની કોર્ટે ૬ દિવસની રિમાન્ડ મંજુર કરી દેતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
    મોરબીના જેતપર ગામના વેપારી પાસેથી રિલાયન્સ પેટ્રોલપંપના બહાને રૂ. ૧.૬૯ કરોડ પડાવી લેનાર ટોળકીનો એલસીબીએ પર્દાફશ કર્યો હતો. આ ટોળકીના બે સભ્યોને એલસીબીએ બિહાર જઈને પકડી પાડયા હતા. આ બન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછ કરાતા તેઓએ કબૂલાત આપી હતી કે અગાઉ પણ તેઓએ આ જ પ્રકારે ખેડા અને પુનાના બે વેપારીઓને છેતરીને પૈસા પડાવ્યા હતા.
    મોરબી એલસીબી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી. વ્યાસે જણાવ્યુ કે બન્ને શખ્સોને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે કોર્ટે બન્ને શખ્સોના ૬ દિવસના જામીન મંજુર કરી આપ્યા છે. જેથી બન્ને શખ્સોની આગામી તા. ૨૧ સુધી પૂછપરછ હાથ ધરવામાં આવનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન