જેલમાં જામર છતાં મોબાઈલનો ઉપયોગ કેવી રીતે થઇ રહ્યો છે?  - Sandesh
  • Home
  • Baroda
  • જેલમાં જામર છતાં મોબાઈલનો ઉપયોગ કેવી રીતે થઇ રહ્યો છે? 

જેલમાં જામર છતાં મોબાઈલનો ઉપયોગ કેવી રીતે થઇ રહ્યો છે? 

 | 2:30 am IST

ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ વિધાનસભામાં રજૂઆત કરી હતી

ખુંખાર કેદીઓ દ્વારા જેલમાં ઉપયોગની તપાસ શરૃ

ા વડોદરા ા

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ખુંખાર કાચા કામના કેદીઓ દ્વારા મોબાઈલ ફોનથી ધાક-ધમકીઓ આપીને ખંડણી વસૂલવામાં આવતી હોવાના અત્યાર સુધી અનેક કિસ્સાઓ સપાટી ઉપર આવી ચૂકયા છે. ખાસ કરીને વડોદરાની જેલમાંથી થતા આવાં ગંભીર કૃત્યો અંગે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા ગત સત્ર વખતે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરાતાં તપાસનો રેલો જેલ સુધી લંબાયો છે. આ સંદર્ભમાં જેલ તથા પોલીસ બંને એજન્સીઓ દ્વારા તપાસ આરંભવામાં આવી છે.

ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ થોડાક સમય પહેલાં વિધાનસભા સત્ર વખતે જેલોમાં થતાં મોબાઈલ ફોનના ઉપયોગ અને ખુંખાર કેદીઓ દ્વારા આપવામાં આવતી ધમકીઓ અંગે ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેલમાં જામર હોવા છતાં મોબાઈલ ફોનનો ઉપયોગ કેવી રીતે થાય છે અને કેદીઓ સુધી મોબાઈલ ફોન પહોંચે છે કેવી રીતે? તેવા જેલની સુરક્ષાને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આદેશ જારી થતાં જેલમાં થતાં મોબાઈલ ફોનના ઉપયોગ અંગે તપાસ શરૃ થઈ ચૂકી છે.  ઉલ્લેખનીય છે કે, રાજ્ય સહિત વડોદરાની મધ્યસ્થ જેલમાં અનેકવાર ખુંખાર કેદીઓ જેલમાં રહીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હોવાના અહેવાલો પ્રસિધ્ધ થયા છે. સત્તાધીશોની તપાસમાં પણ આ આૃર્યકારક હકીકત બહાર આવી છે.  કેદીઓ પાસે મોબાઇલ ક્યાંથી અને કેવી રીતે આવે છે? જામર હોવા છતાં કેવી રીતે વપરાય છે તે તપાસનો મુદ્દો છે.