જે ઈ ઈ મેઈન્સના ચોથા ટ્રાયલનું રીઝલ્ટ જાહેર કરાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • જે ઈ ઈ મેઈન્સના ચોથા ટ્રાયલનું રીઝલ્ટ જાહેર કરાયું

જે ઈ ઈ મેઈન્સના ચોથા ટ્રાયલનું રીઝલ્ટ જાહેર કરાયું

 | 2:30 am IST

માનવ શાહે ત્ન ઈ ઈ મેઈન્સમાં ૯૯.૯૯ પર્સન્ટાઈલ સાથે ૧૧૩મી રેંક મેળવી

શહેરના કિર્તન પટેલે ૧૫૨મી તેમજ અક્ષત સંઘવીએ ૧૫૬મી રેંક મેળવી  

દેશની નામનાપ્રાપ્ત ૈંૈં્માંથી મ્ ઈ કરવાની તમામ તેજસ્વી તારલાઓની તમન્ના  

ા વડોદરા ા  

નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા તાંજેતરમાં આયોજીત કરાયેલી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ફોર એન્જિનિયરિંગત્ન ઈ ઈ મેઈન્સની એક્ઝામના ચોથા ટ્રાયલનુ રીઝલ્ટ આજે જાહેર કરવામા આવ્યું હતુ. જેમાં શહેરના વિદ્યાર્થી માનવ શાહે ૯૯.૯૯૩ પર્સન્ટાઈલ સાથે નેશનલ લેવલ ઉપર ૧૧૩મી રેંક મેળવી છે. માનવ શાહે આઈઆઈટી આશ્રામમાંથી કોચિંગ મેળવ્યું છે.  

આ ઉપરાંત શહેરના અન્ય બે વિદ્યાર્થીઓ કિર્તન પટેલે નેશનલ લેવલ ઉપર ૧૫૨મી તેમજ અક્ષત સંઘવીએ ૧૫૬મી રેંક મેળવી છે. કિર્તન પટેલે પણ ૯૯.૯૯ પર્સન્ટાઈલ મેળવ્યાં છે. આ બંન્ને વિદ્યાર્થીઓએ હ્લૈંૈં્ત્નઈઈ માંથી કોચિંગ મેળવ્યું છે. ફીટ્જીના બરોડા સેન્ટરના ૨૩ વિદ્યાર્થીઓ ૯ હજારની નીચે ઓલ ઈન્ડિયા રેંક મેળવવામા સફળ રહ્યાં છે. કુલ ૭૫ વિદ્યાર્થીઓ જે ઈ ઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયાં છે.  

આ ઉપરાંત આઈઆઈટી આશ્રામના ૩૭ વિદ્યાર્થીઓ પણ ૧૦ હજારની નીચે રેંક મેળવવામા સફળ રહ્યાં છે. સેન્ટરના ૩૪૭ વિદ્યાર્થીઓ જે ઈ ઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયાં છે.  

આઈ આઈ ટી સહીત દેશની નામનાપ્રાપ્ત એન્જિનિયરિંગ કોલેજોમાં મેરીટના આધારે પ્રવેશ મેળવવા માટે નેશનલ લેવલ ઉપર આયોજીત કરાતી જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ ફોર એન્જિનિયરિંગજે ઈ ઈ ની ચોથા તબક્કાની એક્ઝામનુ આજે રીઝલ્ટ જાહેર કરવામા આવ્યું હતુ.

જેમાં દેશભરમાંથી આશરે ૧૦.૪૮ લાખ વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે નોંધાયા હતા. તે પૈકી ૯,૩૯, ૦૦૮ વિદ્યાર્થીઓ એક્ઝામમા ઉપસ્થિત રહ્યાં હતા.,૫૨,૯૫૪ વિદ્યાર્થીઓએ ચાર જે ઈ ઈના તમામ ચાર ટ્રાયલની એક્ઝામ આપી હતી.

નોંધનીય છે કે, નેશનલ ટેસ્ટીંગ એજન્સીગ્દ્છ દ્વારા દેશના ૩૩૪ શહેરોના ૯૧૫ પરીક્ષા કેન્દ્રો ઉપર ગત ઓગષ્ટ મહિનાના છેલ્લા વીકમાં તેમજ ત્યાર બાદ સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં એક્ઝામનુ આયોજન કરવામા આવ્યું હતુ. શહેરમાંથી આશરે પાંચ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ આ એક્ઝામ માટે નોંધાયા હતા.  

અપવાદરૂપ સંજોગોમાં આ વર્ષે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અમે મે મહિનામાં એમ વર્ષમાં ચાર વાર ત્ન ઈ ઈની એક્ઝામ લેવાનું આયોજન કરવામા આવ્યું હતુ. ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના ટ્રાયલ વેળાસર આયોજીત કરી શકાયા હતા. પરંતુ ત્યારબાદ કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલમાં એક્ઝામ આયોજીત કરી શકાઈ ન હતી. તે મુલત્વી કરી દેવાની ફરજ પડી હતી. મૂલત્વી કરાયેલી આ એક્ઝામ જૂલાઈમાં લેવાયા બાદ ગઈકાલે તેનુ રીઝલ્ટ જાહેર કરાયું હતુજે ઈ ઈના ચોથા તબક્કાની છેલ્લી એક્ઝામ હવે ૨૬,૨૭ અને ૩૧ ઓગષ્ટ તેમજ ત્યાર બાદ ૧ અને ૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓ આ તમામ ચારેય પ્રયત્નોની એક્ઝામ આપી શકે છે. તમામ ચાર પ્રયત્નોના સ્કોર પૈકી જેનો સૌથી ઉંચો સ્કોર હશે તે ગણતરીમાં લેવાશે તેમ નક્કી કરાયું હતુ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;