જે ગુમ થાય તે આઈએસમાં જાય, આ કહેવત બાંગ્લાદેશ માટે કહેવાય - Sandesh
  • Home
  • World
  • જે ગુમ થાય તે આઈએસમાં જાય, આ કહેવત બાંગ્લાદેશ માટે કહેવાય

જે ગુમ થાય તે આઈએસમાં જાય, આ કહેવત બાંગ્લાદેશ માટે કહેવાય

 | 2:20 pm IST

હવે એક નવી કહેવત અસ્તિત્વમાં આવી છે. બાંગ્લાદેશ માટેની આ કહેવતમાં કહેવાયું છે કે જે ગુમ થાય તે આઈએસમાં જાય. આ કહેવત પ્રમાણે જ બાંગ્લાદેશમાંથી  કેટલાક દિવસથી 260  લોકો લાપતા થઈ ગયા છે. લાપતા થયેલા આ તમામ લોકો ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)માં જોડાઈ ગયા હોવાની આશંકા વ્યકત કરાય  છે. ગુમ થયેલા લોકોમાં મોટાભાગના યુવાનો છે. અને જો આ વાત સાચી ઠરે તો બાંગ્લાદેશ પર ફરી મોટા આતંકવાદી હુમલા થવાની સંભાવના છે.

બાંગ્લાદેશની પોલીસ હાલમાં આ લાપતા લોકોની તપાસ કરી રહી છે. સુરક્ષા દળ રેપિડ એકશન બટાલિયનના પ્રવકતા મુફતી મહંમદખાને  જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાની ઘટના બાદ આતંકવાદીઓ સામે શરૂ કરેલા અભિયાન અંતર્ગત આ યુવકોની તપાસ કરવામાં આવી રહી છે. જે લાપતા યુવકોની તપાસ થઈ રહી છે તેમાં અનેક યુવાનો સેના તેમજ અન્ય સરકારી અધિકારીના પુત્ર છે.

આ અંગે પ્રવકતાએ જણાવ્યું હતું કે અમારે કોઈપણ સંજોગોમાં આવા લાપતા લોકોને શોધવા પડશે. કારણ કે આવા લોકો દેશ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે. આ માટે પોલીસે પણ લોકોને આવા યુવાનની ભાળ મળે તો તે અંગે જાણ કરવા સૂચના આપી છે. દેશના તમામ લોકોને જણાવવામાં આવ્યું છે કે જો તેમના પરિવારમાંથી આ રીતે કોઈ યુવકો ગુમ થયા હોય તો તે અંગે પોલીસને જાણ કરવા જણાવાયું છે.

ઢાકાના કાફે પર થયેલા આતંકવાદી હુમલા બાદ હસીના સરકારે તમામ સ્કૂલો,  કોલેજ અને સરકારી વિભાગમાંથી એક વર્ષમાં લાપતા થયેલા લોકો અંગે જાણકારી આપવા જણાવ્યું હતું. અને તેમાંથી 260 લોકો ગુમ થયાની માહિતી મળી છે.