જે ઘરમાં હોય તુલસીનો છોડ ત્યાં આ નિયમોનો ક્યારેય ન થવો જોઈએ ભંગ - Sandesh
  • Home
  • Astrology
  • જે ઘરમાં હોય તુલસીનો છોડ ત્યાં આ નિયમોનો ક્યારેય ન થવો જોઈએ ભંગ

જે ઘરમાં હોય તુલસીનો છોડ ત્યાં આ નિયમોનો ક્યારેય ન થવો જોઈએ ભંગ

 | 6:49 pm IST

શાસ્ત્રોમાં વિધાન છે કે દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. તુલસી પવિત્ર અને પૂજનીય છોડ છે એ વાતથી તો સૌ કોઈ વાકેફ હશે. જે ઘરમાં તુલસી હોય ત્યાં આ દસ વાતોનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. આ બાબતોની તકેદારી રાખવામાં આવે તો ઘર પર બધા જ દેવી દેવતાઓની કૃપા બની રહેશે અને ધનની ક્યારેય અછત નહીં રહે.

  • તુલસીના પાનને ચાવવાને બદલે ગળી જવા જોઈએ. તેનાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે.
  • તુલસીના પાન અગિયારસ, રવિવારે, સૂર્ય કે ચંદ્ર ગ્રહણ સમયે કે પછી રાત્રિના સમયે ન તોડવા જોઈએ.
  • જે ઘરમાં સાંજના સમયે તુલસીક્યારે દીવો કરે છે તેના ઘરમાં લક્ષ્મીજી સદા વાસ કરે છે.
  • શિવજીએ તુલસીના પતિ શંખચૂડનો વધ કર્યો હતો તેથી જ તુલસી શિવલિંગ પર ચડતી નથી.
  • ખરાબ તત્વો અને નજરથી તુલસીજી ઘરનું રક્ષણ કરે છે.
  • તુલસીનો છોડ સુકાઈ જાય તો તેને નદીમાં પ્રવાહિત કરી દેવો.