જે નથી એ જોઈએ છે પણ છે એ માણવું નથી   - Sandesh
1.6M
1M
1.7M
APPS

જે નથી એ જોઈએ છે પણ છે એ માણવું નથી  

 | 12:30 am IST
  • Share

 આ પણી પાસે જે છે તેના કરતાં સવાયું મેળવવાની ઇચ્છા જ માનવસ્વભાવ ગણાય છે. હરીફઈ કરવી અને બીજા કરતાં આગળ જવું તે દરેકને પસંદ હોય છે. આપણને સતત એવું લાગ્યા કરે છે કે, આપણી ઇચ્છાઓ પૂરી નહીં થાય તો આપણને ઘણી મુશ્કેલી પડશે, જીવન અસહ્ય થઈ જશે અને ભવિષ્ય ધૂંધળાઈ જશે. આમ જોવા જઈએ તો આપણી મોટાભાગની ઇચ્છાઓ એટલી મોટી કે મહત્ત્વની હોતી જ નથી કે તેની પાછળ જીવન કે સર્વસ્વ અર્પણ કરી દેવું પડે. આવા ઘણા લોકો હોય છે જે એકાદ-બે ઈચ્છાઓ પૂરી કરવા આખી જિંદગી ખર્ચી નાખે. હકીકત એ છે કે, માણસ ઇચ્છાઓ પૂરી કરવા માટે પ્રયાસ કરે છે અને પૂરી થાય તો ઈશ્વરકૃપા અને ન થાય તો ઈશ્વરઈચ્છા ગણીને નવી ઇચ્છા પૂરી કરવાના પ્રયાસ શરૃ કરે છે.

ઘણા લોકો ભગવદ્ ગીતાની ફ્લિોસોફ્ી જણાવતા હોય છે. કર્મ કરો, ફ્ળની ચિંતા ન કરો, માણસે પોતાનું કર્મ કરતા રહેવું જોઈએ…વગેરે વગેરે. આપણે વિચારીએ કે ફ્ળની ચિંતા વગર કે આશા વગર કર્મ કેવી રીતે થાય. બીજી તરફ્ ગીતાજીમાં એમ પણ કહ્યું છે કે, તમે જે કર્મ શરૃ કરો છો તે અવિનાશી છે સતત આગળ ચાલ્યા જ કરે છે. તમને જો તેનું ફ્ળ મળે તો તે માત્ર માઈલસ્ટોન કે પડાવસમાન હોય છે. તેમાંથી આગળ નવા અંડરપાસ અને ઓવરપાસ જેવાં અન્ય કર્મો અને ઇચ્છાઓ તૈયાર જ બેઠાં હોય છે. માણસની ઇચ્છાઓનું ફ્યુઝન તેને વધારે કન્ફ્યુઝનમાં મૂકતું હોય છે. તમે સતત કંઈ મેળવવા માગો છો અને તે મળી જાય એટલે તેને ભૂલીને નવું મેળવવાના પ્રયાસ શરૃ કરી દો છો. આ વાત બધાને લાગુ પડે છે. નવાઈની વાત એ પણ છે કે, ધારેલું ન મળે તો તેને પડતું મૂકીને બીજું કંઈક મેળવવાની મથામણમાં પણ પડી જનારા લોકોની સંખ્યા ઓછી નથી. અહીં જ સૌથી મોટું કન્ફ્યુઝન છે. કેટલાક તર્ક કરે કે તો શું ઈચ્છાઓ રાખવી જ નહીં અથવા તો આગળ વધવું જ નહીં. તેમનો તર્ક સાચો છે પણ તર્ક કરવાની જગ્યા ખોટી છે. માણસે ઈચ્છા રાખવા કરતાં તેને પૂરી કરવાના પ્રયાસો પ્રત્યે વધારે પ્રામાણિક રહેવાની જરૃર છે. એવું જરૃરી નથી કે દર વખતે પરિણામ સંતોષકારક આવે, ઘણી વખત પરિણામ કરતાં તે મેળવવા માટે કરાયેલી મહેનત વધારે સંતોષ આપતી હોય છે.

અહીંયાં પાછો એવો તર્ક આપે કે દર વખતે સંતોષ રાખીને બેસી રહેવાનું? આગળ નવું મેળવવાના પ્રયાસ નહીં કરવાના? જે છે તેને સાચવીને બેસી રહેવાનું? ના. એવું નથી. આપણે આગળ વધવાનું જ છે અને વધવું જ જોઈએ. ઇચ્છાઓ રાખવી જોઈએ અને તેને પૂરી પણ કરવી જોઈએ. ઇચ્છાઓ પૂરી કરવાના નામે સતત આપણે માગણીઓ અને અપેક્ષાઓનું મેરિગોરાઉન્ડ ચલાવતા રહેતા હોઈએ છીએ. સવારે ભોજન લીધું હોય તો સાંજે ભૂખ લાગે તે કુદરતી બાબત છે, તેવી જ રીતે એક ઈચ્છા પૂરી થઈ ત્યારબાદ બીજી ઈચ્છા થાય તે એટલું જ સ્વાભાવિક છે.

માણસમાત્ર સતત અભાવની પાછળ જ દોડયા કરે છે પણ પોતાની પાસે જે છે તેને જોવાનો, પામવાનો કે અનુભવવાનો શોખ રાખતો નથી. માણસની આંખ ઊઘડે ત્યાંથી પોતાની અધૂરી ઇચ્છાઓ, સપનાં બધું પૂરું કરવા દોડાદોડ કરવાનું શરૃ કરી દે છે. પૈસા, સંપત્તિ, ભવિષ્યનાં આયોજનો, સત્તા, સંતતિ બધું મેળવવા સતત મથ્યા કરે છે. દુનિયામાં લગભગ એવો કોઈ માણસ નહીં હોય જેના મનમાં કશું મેળવવાની ઇચ્છા નહીં હોય. સંસાર ત્યાગીને બેઠેલી વ્યક્તિના મનમાં પણ મોક્ષ મેળવવાની ઈચ્છા તો હોય જ છે. ઈશ્વરને પામવાની ઈચ્છા લઈને અનેક સંતો અને સાધુઓ સમાધિમાં લીન થતા હોય છે. આપણી પાસે શું નથી અને શું છે તેનો તાળો મેળવવાનું કહેવામાં આવે તો મોટાભાગે જે નથી તેનું લિસ્ટ લાંબું હોય અને જે છે તેની તો વાત જ ન કરવી પડે.

સંબંધોમાં પણ એવું જ છે. આપણે જે વ્યક્તિને ઝંખતા હોઈએ તેને મેળવવા માટે ઘણા પ્રયાસ કરતા હોઈએ છીએ. તે વ્યક્તિ ન મળે તો નિરાશ થઈ જઈએ છીએ અને જિંદગી સાવ ખાલી અને અધૂરી છે તેવું માનવા લાગીએ છીએ. હવે અહીંયાં એક તર્ક એવો વિચારી જુઓ કે જે વ્યક્તિની સાથે આપણે રહેવું હતું તેની સાથે રહીને સુખી જ થઈશું કે ખુશ જ રહીશું તેની કોઈ ગેરન્ટી હતી. વસ્તુ લેવા જઈએ ત્યારે ગેરન્ટી અને વોરન્ટી માગતા હોઈએ છીએ પણ સંબંધોમાં ક્યારેય આવું વિચારતા નથી. સુખની કોઈ ગેરન્ટી હોતી નથી. પતિ કે પત્ની સાથે રહીને પણ અનેક પ્રસંગે પસ્તાવો અને અભાવનો અનુભવ થતો હોય છે, કોઈક ક્યારેક બોલી જાય છે કે સ્વીકારી લે છે અને ઘણા આવું કરી શકતા નથી પણ આ લાગણી થાય છે એ સ્વાભાવિક છે. ઘણી વખત એવું બનતું હોય છે કે, આપણે જેને પામવા માગીએ તે અન્ય વ્યક્તિની ઝંખના કરતી હોય છે અને ત્રીજી વ્યક્તિ અન્ય કોઈને પામવા ઈચ્છે છે. ઘણી વખત એવું પણ બને છે કે, ધારેલી વ્યક્તિને મેળવી ન શકનારા બે લોકો એકબીજા સાથે જોડાય છે.

આ સંજોગોમાં પણ અભાવ તો બંને પક્ષે યથાવત્ જ રહેવાનો છે. હા, તફવત એટલો છે કે, ના મામા કરતાં કાણો મામો સારો એવો આત્મસંતોષ લઈને પણ લોકો ફ્રતા હોય છે. માણસ ગમે તેટલો પ્રયાસ કરે પણ પોતાની ઈચ્છાઓનો અંત લાવી શકતો નથી અને સામેની વ્યક્તિની પણ બધી ઈચ્છાઓ પૂરી કરી શકતો નથી.

સંબંધોમાં ઈચ્છાઓ મોટો ભાગ ભજવી જતી હોય છે. ખરેખર જરૃર છે સુખ સાથે જીવવાની. આપણે મોટાભાગે જે નથી તેને મેળવવા અચૂક પ્રયાસ કરવા જોઈએ પણ સાથે સાથે જે છે તેને માણતા પણ શીખવું જોઈએ. સુખ માત્ર પામી લેવામાં કે જીતી લેવામાં એક પોતાનું કરી લેવામાં નથી. માલિકી કરવી માત્ર ભૌતિક ઉપલબ્ધિ છે. સુખ તો ત્યારે જ અનુભવી શકાય જ્યારે વસ્તુ, વ્યક્તિ, સંબંધ કે કોઈપણ બાબતને આપણે પોતાના કરી લઈએ. માણતા શીખીએ તો જ સુખ છે બાકી ઈચ્છાઓ તો સરખામણીનાં ચશ્માં પહેરીને સતત અભાવનાં દૃશ્યો બતાવતી જ રહેવાની છે. આપણી પાસે બધું હોવું જરૃરી નથી. તેવી જ રીતે બધું પામી લેવું પણ જરૃરી નથી. જરૃર છે માત્ર જે છે તેને સ્વીકારીને સુખ સાથે જીવવાની.          

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન