જો આ રીતથી બાળકોને ઘરે કરાવશો હોમવર્ક, તો ફટાફટ લખી નાંખશે બધુ જ... - Sandesh
  • Home
  • Lifestyle
  • જો આ રીતથી બાળકોને ઘરે કરાવશો હોમવર્ક, તો ફટાફટ લખી નાંખશે બધુ જ…

જો આ રીતથી બાળકોને ઘરે કરાવશો હોમવર્ક, તો ફટાફટ લખી નાંખશે બધુ જ…

 | 4:12 pm IST

નાના બાળકો શાળામાં તો ભણી લેતા હોય છે પણ ઘરે તેમને હોમવર્ક કરવુ જરા પણ ગમતુ હોતુ નથી. ત્યારે અમે આજે તમને જણાવીશું કે, બાળકોને ઘરે હોમવર્ક કરવા
બેસાડવાની સરળ રીતો… 
 
રમતા-રમતા ભણતર
બાળકોને  રમત ખુબ પસંદ હોય છે અને તે કોઈ પણ વસ્તુ રમતા-રમતા શીખી જાય છે. આવી જ રીતે તમે પણ જ્યારે તમારા બાળકને ઘરે ભણવા બેસાડો ત્યારે તેને
મારપીટ કર્યા વગર પ્રેમથી રમતા-રમતા લેશન કરાવો.
 
રોચક બનાવુ
આજકાલ બાળકના લેશનને લગતા અનેક ઘણા વિડીયો આપણને યુ ટ્યુબ પર મળી જતા હોય છે, ત્યારે તમે પણ આવા વિડીયો ડાઉનલોડ કરો અને પછી તમારા બાળકને હોમવર્ક કરવા બેસાડો ત્યારે તેને બતાવો.

ડ્રોઈંગ કરાવો 
બાળકોને હોમવર્કની સાથે-સાથે ડ્રોઈગ કરાવો જેથી કરીને તે ઝડપથી હોમવર્ક કરશે, અને સાથે-સાથે તમારા બાળકની એકાગ્રતા પણ વધશે.

ભણતરનો સમય નિશ્ચિત કરો
તમે તમારા બાળકનો ભણતરનો ટાઈમ નિશ્ચિત કરો. આ પ્લાનિંગ કરતા સમયે તમે તમારા બાળકનો ખાલી ભણવાનો જ નહિં પરંતુ રમવાનો સમય પણ નક્કી કરજો.