જો ઈશ્કનો કોઈ ચહેરો હોત તો તે 'મધુબાલા'નો હોત! - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • જો ઈશ્કનો કોઈ ચહેરો હોત તો તે ‘મધુબાલા’નો હોત!

જો ઈશ્કનો કોઈ ચહેરો હોત તો તે ‘મધુબાલા’નો હોત!

 | 4:33 am IST
  • Share

મધુબાલાને નાનપણથી જ અભિનેત્રી બનવાનો શોખ હતો. માત્ર નવ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બારણે ટકોરા મારી દીધા હતા અને 14 વર્ષની વયે મુખ્ય અભિનેત્રી બની ગયેલાં. 15મા વર્ષે તેમણેમહલફિલ્મ કરી

મુગલઆઝમ ફિલ્મના શૂટિંગ સમયે મધુબાલા ભયંકર બીમાર હતાં છતાં ફિલ્મને પૂર્ણ કરવામાં સતત લાગેલાં રહ્યાં. ફિલ્મના એક ગીતમાં તેમણે વજનદાર સાંકળો પહેરવાની હતી ત્યારે તેઓ તાવમાં ધખધખતાં હતાં. આ ફિલ્મ સફળતાની બુલંદીને આંબી ગઇ હતી

  પ્રેમ. અઢી અક્ષરનો આ શબ્દ બોલવામાં બહુ સરળ છે. છતાં તે બહુ ભારે શબ્દ છે. પ્રેમને અનુભવીઓ જાતજાતની ઉપમા આપતાં રહે છે. છતાં મને લાગે છે કે જો પ્રેમનો કોઈ ચહેરો હોત તો નિઃસંદેહ ભારતીય સિનેમાની વીનસમધુબાલાનો ચહેરો હોત! જો એવું ન હોત તો સૌંદર્યની એ દેવીનો જન્મ વેલેન્ટાઈન્સ ડેએ થોડો થયો હોત! દારૂ બનાવનાર કદી તેને પીતો નથી, કંદોઈ પોતાની મીઠાઈ ખાતો નથી, પરંતુ મધુબાલા સુપરસ્ટાર અભિનેત્રી હોવા છતાં તેમને ફિલ્મો જોવાનો ભારે શોખ હતો. તે શૂટિંગ પરથી પરત આવતી, મેકઅપ ઉતારી નાખતી અને પછી ઓળખ છતી થઈ જવાના ડરે બુરખો પહેરીને પોતાનાં ભાઈબહેનો સાથે નજીકના થિયેટરમાં જવા નીકળી પડતી.  

ફિલ્મોએ એક વાર તેમની જિંદગી પણ બચાવી હતી. 14 એપ્રિલ, 1944ના રોજ મુંબઈના વિક્ટોરિયા ડૉક પર એસ.એસ. સ્ટાઈકાઈન નામના જહાજમાં આગ લાગી. જહાજમાં રૂ, સોનું અને હથિયારની સાથે દોઢ હજાર ટન જેટલી વિસ્ફોટક સામગ્રી પણ ભરેલી હતી. આગ લાગવાથી મોટો ધડાકો થયો. આજુબાજુનાં જહાજો ડૂબી ગયાં અને નજીકની વસાહતમાં પણ આગ લાગી ગઈ. તેમાં હજારથી વધુ લોકોનાં મોત થઈ ગયાં. પણ એક પરિવાર બચી ગયેલો, કેમ કે તે થિયેટરમાં ફિલ્મ જોવા ગયેલો. તે મધુબાલાનો પરિવાર હતો

14 ફેબ્રુઆરી(વેલેન્ટાઈન્સ ડે) 1933ના રોજ દિલ્હીના પશ્તૂની મુસ્લિમ અતાઉલ્લાહ ખાન અને આઈશા બેગમને ત્યાં જન્મેલી મધુબાલાનું નાનપણનું નામ મુમતાઝ બેગમ જહાં દેહલવી હતું. 11 ભાઈબહેનોમાં તેમનો નંબર પાંચમો હતો. મધુબાલાને નાનપણથી જ અભિનેત્રી બનવાનો શોખ હતો અને આગળ જતાં તેમણે આકરી મહેનતથી તેને પૂર્ણ પણ કર્યો. માત્ર નવ વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બારણે ટકોરા મારી દીધા હતા અને માત્ર 14 વર્ષની વયે મુખ્ય અભિનેત્રી બની ગયેલાં. પણ તેમની કિસ્મત ખૂલી ફિલ્મમહલથી. જેણે પંદર વર્ષની મધુબાલાને જમીનથી સીધી આકાશનો તારો બનાવી દીધી. આ ફિલ્મે તેમને વીનસ ઓફ ધ ઈન્ડિયન સ્ક્રીનનું બિરુદ અપાવ્યું. એ પછી તેમણેચલતી કા નામ ગાડી‘, ‘હાવડા બ્રિજ‘, ‘કાલા પાનીએમ સળંગ સુપરહિટ ફિલ્મો આપી

પણ એક કો મનાઉં તો, દૂજા રુઠ જાતા હૈની જેમ કરિયર માંડ થાળે પડી ત્યાં પર્સનલ લાઈફમાં વમળો પેદા થયાં. 1951માં આવેલી તરાના ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ દિલીપકુમારને દિલ દઈ બેઠાં. એ વખતે મધુબાલાની ઉંમર માંડ 1718ની હશે. ચાર પાંચ વર્ષ સુધી બંને વચ્ચેનો પ્રેમ સારી રીતે ચાલતો રહ્યો. 1956માં કૉમેડી ફિલ્મઢાકા કી મલમલના શૂટિંગ દરમિયાન દિલીપકુમારે મધુબાલા સામે એમ કહીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો કે, જો તેઓ આજે હા નહીં પાડે તો પછી તેઓ ફરી તેમની પાસે નહીં આવે. મધુબાલા બિચારી હા ક્યાંથી કહે, કેમ કે તેમના પિતાને આ સંબંધ જરાય મંજૂર નહોતો. તેમને ડર હતો કે જો મધુ લગ્ન કરીને ઠરીઠામ થઈ જશે તો ઘરની આવક બંધ થઈ જશે. પછી આટલા મોટા પરિવારનું પાલનપોષણ કેમનું કરવું?  

સંબંધ તૂટવાની બાકીની કસરનયા દૌરએ પૂર્ણ કરી. બી.આર. ચોપડાની એ ફિલ્મનો મધુબાલા અને દિલીપકુમાર બંને હિસ્સો હતાં. કોન્ટ્રાક્ટ સાઈન થઈ ચૂક્યો હતો અને શૂટિંગ શરૂ થવાની તૈયારી હતી. ત્યાં જ મધુબાલાના પિતાએ ધડાકો કર્યો કે તેમની દીકરી આઉટડોર શૂટિંગ નહીં કરે. એટલે તમારે આખો સેટ મુંબઈમાં જ ઊભો કરવો. બી.આર. ચોપડા માટે એ શક્ય નહોતું. તેમણે સમજાવટથી કામ લેવા પ્રયત્ન કર્યો પણ અતાઉલ્લા ખાઁ માન્યા નહીં. એટલે છેવટે તેઓ બાપદીકરીને કોર્ટમાં ઘસડી ગયા. દિલીપકુમાર પણ આ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હતા. તેમણે કોર્ટમાં બી.આર. ચોપડાનો સાથ આપ્યો. એ સાથે જ મધુબાલા કેસ અને દિલીપકુમાર બંનેને હારી ગયાં. એ પછી મધુબાલાએ ગાયક કિશોરકુમાર સાથે અને દિલીપકુમારે સાયરાબાનુ સાથે લગ્ન કરી લીધાં

જોકે તેમની વચ્ચે વધેલા અંતરથી સૌથી વધુ ટેન્શન ડિરેક્ટર કે. આસિફને થતું હતું, કેમ કે તેઓ પોતાની આખી જિંદગીની મૂડી દાવ પર લગાવીને મુગલઆઝમ બનાવી રહ્યાં હતા અને તેમના એ ડ્રીમ પ્રોજેક્ટમાં આ જોડી મુખ્ય રોલમાં હતી. પણ મધુબાલાદિલીપકુમારે અંગત જીવનને સાઈડમાં રાખીને પ્રોફેશનલ વલણ અપનાવ્યું. તેનું જ પરિણામ હતું કે બંને વચ્ચે નજર મિલાવવાના પણ સંબંધ ન હોવા છતાં આ ક્લાસિક ફિલ્મના એકેય સીનમાં તમને અનારકલીસલીમ વચ્ચેની એ વ્યક્તિગત દૂરી શોધી નહીં જડે. એ વખતે મધુબાલા ભયંકર બીમાર હતાં છતાં ફિલ્મને પૂર્ણ કરવામાં સતત લાગેલાં રહ્યાં. ફિલ્મના એક ગીતમાં તેમણે વજનદાર સાંકળો પહેરવાની હતી ત્યારે તેઓ તાવમાં ધખધખતાં હતાં. વર્ષો પછી જ્યારે આ ફિલ્મ રજૂ થઈ તો તેણે કે. આસિફથી લઈને તમામ સ્ટારકાસ્ટને એ બુલંદી પર પહોંચાડી દીધી હતી જ્યાં હવે હિન્દી સિનેમાના ઇતિહાસમાં બીજા કોઈનું પહોંચવું અશક્ય હતું

આ બાજુ મધુબાલાની બીમારી વધતી જતી હતી, એટલે પતિ કિશોરકુમારે તેમને મુંબઈના એક ઘરમાં શિફ્ટ કરી દીધાં. કિશોરદા તેમને ત્રણછ મહિને એક વાર ખાલી ખબર પૂછવા માંડ આવતા. મધુબાલા અંતિમ શ્વાસ સુધી પથારીમાં જ પડયાં પડયાં પ્રેમ ઝંખતાં રહ્યાં. એક સમયનીક્વીન ઓફ ધ વીનસહવેબ્યુટી ઓફ ટ્રૅજેડીબની ચૂકી હતી. જેમને મેરલિન મનરોનું ફ્રોક ઊડી રહ્યું છે તે સદીની સૌથી રોમેન્ટિક તસવીર લાગતી હોય તેમણે 1951માં લાઈફ મેગેઝિનમાં છપાયેલા મધુબાલાના ફોટા જોઈ લેવા. બ્લેક એન્ડ વ્હાઈટ એ ફોટાઓમાં માત્ર તેમના ગોળ ચાંલ્લાનો રંગ લાલ હતો. કુદરતે એવું જ લાલ રંગનું કાણું તેમના દિલમાં પણ પાડયું હતું જેના કારણે પ્રેમનો એ ચહેરો માત્ર 36 વર્ષની વયે દુનિયામાંથી અલવિદા કરી ગયો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો