જો તમે આ 10 સ્ટાઇલથી શરૂ કરશો જમવાનું, તો ફટાફટ ઉતરી જશે તમારું વધેલુ વજન - Sandesh
  • Home
  • Health & Fitness
  • જો તમે આ 10 સ્ટાઇલથી શરૂ કરશો જમવાનું, તો ફટાફટ ઉતરી જશે તમારું વધેલુ વજન

જો તમે આ 10 સ્ટાઇલથી શરૂ કરશો જમવાનું, તો ફટાફટ ઉતરી જશે તમારું વધેલુ વજન

 | 5:17 pm IST

બધાને પાતળા થવું છે અને કમનીય કાયા મેળવવી છે પરંતુ ડાયેટિંગ કરવું ખૂબ અઘરું છે. વિશ્વભરના રિસર્ચરો ઓબેસિટીને નાથવા માટે કેવા નુસખાઓ અજમાવી શકાય એ શોધવા મચી પડ્યા છે. ત્યારે તાજેતરમાં જર્મની અને સ્વિસ રિસર્ચરોએ નવો નુસખો કાઢ્યો છે કે, ખાવા પર કન્ટ્રોલ ન રહેતો હોય તો લાલ રંગની પ્લેટમાં ખાવાનું ખાવું. રિસર્ચરોએ વાઇટ, બ્લુ અને રેડ પ્લેટમાં ખાતા લોકોનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું છે.

1 અવળા હાથે જમો
જો તમે જમણા હાથે જમતા હો તો ચમચી ડાબા હાથમાં અને જો ડાબા હાથે જમતા હો તો જમણા હાથમાં ચમચી રાખીને જમો. કોળિયો મોંમાં મૂકવામાં અગવડ પડશે
એટલે આપમેળે ઓછું ખવાશે. અવળા હાથે કોળિયા ભરવાની સ્પીડ પણ ઘટી જાય છે અને એટલે મોંમાં પડેલો કોળિયો વધુ વાર ચાવવાનો સમય પણ મળે છે.

2. દરેક કોળિયે ચમચી પ્લેટમાં
સામાન્ય રીતે એક વાર ચમચી હાથમાં લઈએ એટલે ફટાફટ કોળિયા મોંમાં પધરાવવા લાગીએ છીએ. જોકે દરેક કોળિયે ચમચી પ્લેટમાં નીચે મૂકવાની અને પછી ઉઠાવવાની આદત કેળવવાથી ખાવાની સ્પીડમાં ઘટાડો થાય છે.

3. ભૂખ લાગે ત્યારે બ્રશ કરો
જમ્યા પછી આચરકૂચર નાસ્તા ફાકવાનું મન થાય કે અચાનક જ સમય વિના કંઈક નવી આઇટમ ખાવાનું મન રોકી શકાય એવું ન હોય ત્યારે ઊઠીને ખાઈ લેવાને બદલે પહેલાં બ્રશ કરી લો. ટૂથપેસ્ટની મિન્ટ ફ્લેવરને કારણે મોઢું ફ્રેશ થઈ જાય છે અને બ્રેઇનને સિગ્નલ મળે છે કે આજના દિવસનું જમવાનું પૂરું થઈ ગયું છે.

4. ફ્રિજ અને ટેબલ પર ફોટો મૂકો
તમારા ફ્રિજના દરવાજા પર અને ડાઇનિંગ ટેબલ પર તમારું બોડી સૌથી મેદસ્વી દેખાતું હોય એવો ફોટો ચીપકાવો. જ્યારે પણ તમે ખાવાનું લેવા માટે ફ્રિજ ખોલશો કે તરત ડાઇનિંગ ટેબલ પર બેસશો ત્યારે તમારો જાડિયો ફોટો તમને વધુ પડતુ ખાવા જતા રોકશે.

5. જમતી વખતે ટાઇટ કપડાં પહેરો
ક્યાંય પણ રેસ્ટોરામાં કે કોઈ ખાસ પાર્ટીમાં જમવા જવાનું હોય અને તમે ત્યાંના સ્પેશ્યલ ફૂડ પર તૂટી પડવાનું મન રોકી ન શકતા હો તો એકદમ ટાઇટ જીન્સ અને
ટી-શર્ટ પહેરો. તમારા પેટની ચરબી જોઈને તમને પોતાને મજા નહીં આવે. કપડાં ટાઇટ હોવાથી પેટ દબાશે અને તમે અમુક હદ કરતાં વધુ ખાઈ જ નહીં શકો. ઘરે પણ જમતી વખતે આ જ પ્રયોગ કરી શકાય છે.

6. નાની અને છીછરી પ્લેટમાં જમો
મોટી અને ઊંડી ડિશ હોય તો તમે ઘણીબધી વાનગીઓ ડમ્પ કરીને ભાણું ભરી નાખી શકો છો પરંતુ જો ડિશ નાની હોય અને એ પણ છીછરી હોય તો થોડીક ચીજ પણ ઘણી દેખાશે. એક ચમચો રાઇસ છીછરી પ્લેટમાં ખૂબ બધા જણાશે અને ડીપ પ્લેટમાં ઓછા લાગશે.

7. ખાતાં પહેલાં પાણી પીઓ
જમતાં પહેલાં બે ગ્લાસ પાણી પી લેવાથી જઠર ભરાઈ જાય છે અને તમે ભૂખ જેટલું ખાઈ શકતા નથી. સાદા પાણીને બદલે ઝીરો કેલરી કાબોર્નેટેડ પીણાં માટે વપરાતું બબલ્સવાળું વોટર આવે છે એ પીવાથી તો સાવ જ ઓછું ખાઈ શકાય છે.

8. ડિશનો ફોટો
ડાયેટિશ્યનો કહેતા હોય છે કે તમે જે પણ કંઇ ખાઓ એની ડાયટ-ડાયરીમાં નોંધ કરો. જોકે જ્યારે ડાયરીમાં લખવાનું આવે ત્યારે આપણે થોડુંક ઓછું જ લખીએ છીએ.
એને બદલે તમે જે પણ ચીજ, જેટલી ક્વોન્ટિટીમાં ખાતા હો એને ડિશમાં લઈને એનો ફોટો પાડીને લો. એમાં વપરાયેલી ચીજો અને ક્વોન્ટિટી જોઈને તમને અને તમારા ડાયેટિશ્યન બન્નેને ખબર પડશે કે ખરેખર તમે કેટલી કેલરી પેટમાં પધરાવી છે.

9. ચૂપચાપ જમો
જમતી વખતે વાતો કરવાથી વધુ ખવાઈ જાય છે એને બદલે ચૂપચાપ કોળિયા ગણીને ખાઓ અને દરેક કોળિયાને ઓછામાં ઓછું 30 વાર ચાવો.

10. અરીસો સામે રાખો
ડાઇનિંગ ટેબલ પર તમારી બેઠકની સામે કે ઘરમાં તમારા બેડરૂમની સામે મોટા અરીસાઓ ગોઠવવાથી ડાયટ-કન્ટ્રોલ કરવાનું પળે-પળે યાદ રહેશે. તમારું બેડોળ બોડી જોઈને તમને યાદ આવ્યા કરશે કે તમારે વેઇટ કન્ટ્રોલ કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન