... જ્યારે પત્રકાર બનીને સચિન તેંડૂલકરને મળવા પહોંચી અંજલી ! - Sandesh
  • Home
  • Sports
  • … જ્યારે પત્રકાર બનીને સચિન તેંડૂલકરને મળવા પહોંચી અંજલી !

… જ્યારે પત્રકાર બનીને સચિન તેંડૂલકરને મળવા પહોંચી અંજલી !

 | 9:54 am IST

ખુબ જ શરમાળ સચિન તેંડૂલકરની અંગત જીંદગી ખૂબ જ દિલચસ્પ છે. તેમણી અને અંજલીની મુલાકાત કોઈ રોમેન્ટીક ફિલ્મથી ઓછી નથી. આમ તો દુનિયાને ખબર છે કે, સચિનની પત્ની અંજલી ડોકટર છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર છે કે જ્યારે તેમણે એકબીજાને પ્રપોઝ ન હતો કર્યો ત્યારે અંજલીએ સચિનને મળવા માટે કેટલા અવનવી તરકીબો અપનાવતી હતી.

અસલમાં અંજલીએ સચિનને પહેલી વખત મુંબઈ એરપોર્ટ ઉપર દેખ્યો હતો. બસ ત્યારથી જ દુનિયાનો ફેવરેટ ક્રિકેટર અંજલી માટે પણ ફેવરેટ બની ગયો હતો. એવું બતાવવામાં આવે છે કે, અંજલી એરપોર્ટ ઉપર સચિનને જોવા માટે લોકોના ટોળા સાથે દોડી હતી.

પરંતુ મજેદાર વાત તો તે છે કે, અંજલી સચિનને જોવા માટે અને મળવા માટે એટલી બેતાબ થઈ ગઈ હતી કે, તેમણે મળવા માટે તેમના ઘરે નકલી પત્રકાર બનીને પહોંચી ગઈ હતી. વાત આટલે જ ખત્મ નથી થતી. સચિને તેમણે પત્રકાર સમજીને મળી પણ લીધું.