જ્યોતિષશાસ્ત્ર અને સૌરમંડળના ગ્રહોની પરિભાષા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • જ્યોતિષશાસ્ત્ર અને સૌરમંડળના ગ્રહોની પરિભાષા

જ્યોતિષશાસ્ત્ર અને સૌરમંડળના ગ્રહોની પરિભાષા

 | 12:30 am IST
  • Share

અમુક મિત્રો સાથે ધર્મ વિશે ચર્ચા ચાલી રહી હતી. વાતચીત દરમિયાન એક પ્રશ્ન સામે આવ્યો કે આપણા જ્યોતિષશાસ્ત્રમાં જે નવ ગ્રહોને સ્થાન અપાયું છે તે સૌરમંડળના નવ ગ્રહો સાથે મેળ નથી ખાતું! વિજ્ઞાાનીઓએ બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચૂનને ગ્રહો તરીકે સ્વીકાર્યા છે; જ્યારે જ્યોતિષીઓએ સૂર્ય, બુધ, શુક્ર, મંગળ, ગુરુ (બૃહસ્પતિ), શનિ, ચંદ્ર, રાહુ અને કેતુને નવ ગ્રહો તરીકે માન્ય રાખ્યા છે. તો આવું કેમ!?

વચ્ચેનો તફવત જાણવા માટે સર્વપ્રથમ તો ગ્રહોને વ્યાખ્યાયિત કરવા જરૃરી છે. સૌરમંડળમાં જે આઠ ગ્રહો (પ્લૂટોનો સમાવેશ હવે ગ્રહમાં નથી થતો તેથી આઠ)ની વાત કરવામાં આવી છે તેને સૂર્યની ફ્રતે ગોળાકાર માર્ગે ભ્રમણ કરતાં દર્શાવાયા છે. એટલે કે સૂર્યને સેન્ટર-પોઇન્ટ (મધ્યબિંદુ) તરીકે સ્વીકારાયો છે! તમામ ગ્રહો સૂર્યની આસપાસ પોતાની ધરી પર ભ્રમણ કરી અમુક સમયે એક આંટો પૂરો કરે છે. જ્યારે જ્યોતિષશાસ્ત્રના નવ ગ્રહોની પરિભાષા આનાથી સાવ અલગ છે!

હિંદુશાસ્ત્રમાં ‘ભ્રમણ કરતાં અવકાશી પદાર્થ’ને ગ્રહ તરીકે સ્વીકારાયા છે. જેનો સીધો મતલબ એ થાય છે કે અહીં કોઈ સંદર્ભબિંદુ (જેમ કે સૂર્ય)ને ધ્યાનમાં રાખીને ગ્રહને પરિભાષિત નથી કરાયા. જ્યોતિષશાસ્ત્રમાં કોઈ જગ્યાએ ‘સૂર્યની ફ્રતે ભ્રમણ કરી રહેલા’ ગ્રહનો ઉલ્લેખ નથી થયો. બીજી ખાસ વાત એ કે પહેલાંના જમાનામાં લોકો ઉપર આકાશમાં જોઈને ભ્રમણ કરી રહેલા અવકાશી પદાર્થો પરથી સમય-સ્થળ-કાળનો અંદાજ લગાવી લેતા. એમને પૃથ્વી ગોળાકાર ફ્રતી દેખાય એવી કોઈ શક્યતા નહોતી. એવી જ રીતે, સૂર્ય અને ચંદ્ર રાત-દિવસ પોતપોતાનું સ્થાન બદલતાં હોવાને લીધે તેને ગતિ કરતાં પદાર્થોની કેટેગરીમાં સ્થાન અપાયું. ચાલો માન્યું કે સૂર્ય-ચંદ્ર ગતિશીલ હોવાને લીધે જ્યોતિષશાસ્ત્રીઓએ તેમને નવ ગ્રહોમાં સ્થાન આપ્યું, પરંતુ રાહુ અને કેતુ બાબતે કયો તર્ક છે!? એને પણ ગ્રહોની યાદીમાં સમાવેશ કરવા પાછળનું કારણ?

આનો પણ જવાબ છે. પુરાણોમાં રાહુ અને કેતુ બંનેને ‘છાયા ગ્રહો’ તરીકે આલેખવામાં આવ્યા છે. જ્યારે જ્યારે પ્રાચીન ભારતમાં સૂર્ય કે ચંદ્રગ્રહણ થયાં છે ત્યારે પડછાયા રૃપે દેખાતા ગ્રહોને રાહુ અને કેતુ તરીકે નામ અપાયાં છે, કારણ કે પડછાયાની ગતિને કારણે સૂર્ય અને ચંદ્ર ઢંકાઈ જતાં હતા. થોડી વાર બાદ ફ્રી પડછાયો પોતાની જગ્યા પરથી ખસી જઈને સૂર્ય-ચંદ્રને તેનું મૂળ તેજ પ્રદાન કરી આપતો! ઉપરાંત, સૂર્ય-ચંદ્રની માફ્ક રાહુ-કેતુ પાસે પોતાનું કોઇ ફ્િઝિકલ બોડી (ભૌતિક શરીર) નથી, તેઓ અવકાશમાં હંમેશાં પડછાયા સ્વરૃપે જ દેખાયા હોવાથી ‘છાયા ગ્રહ’ તરીકેનું સંબોધન સમજી શકાય તેવી વાત છે!

એવો સવાલ પણ ઉદ્ભવે કે યુરેનસ અને નેપ્ચૂનને કેમ નવ ગ્રહોની યાદીમાં સમાવિષ્ટ ન કરાયા? હકીકતે, સ્વચ્છ આકાશમાં નરી આંખે ધ્યાનથી જોશો તો પણ યુરેનસ કે નેપ્ચૂન ગ્રહને જોઈ શકવા સંભવ નથી, કારણ કે તેઓ સૌરમંડળના સૌથી દૂરના ગ્રહ શનિથી ઘણા મોટા અંતરે આવેલા છે. તદુપરાંત, ટેલિસ્કોપમાંથી નજર કરીએ તો સમજાય કે તેમની ભ્રમણગતિ એટલી બધી મંદ છે કે તે સ્થિર ગ્રહ જ પ્રતીત થાય. જેથી તેને ગતિશીલ ગ્રહોની યાદીમાં ન મૂકી શકાય!

જ્યોતિષશાસ્ત્રના નવ ગ્રહો માણસના જીવન પર ગંભીર અસરો દેખાડી શકે છે. પૂનમ-અમાસના રોજ આવનારી ભરતી-ઓટ એ ખરેખર ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળનું પરિણામ છે. એવી જ રીતે પૌરાણિક કાળમાં વૈજ્ઞાાનિકોને ગ્રહોની માનવજાત પર થનારી સારી-ખરાબ અસરોનું જ્ઞાાન પ્રાપ્ય હતું. જેના લીધે તેમણે અમુક ખાસ પ્રકારની મંત્રોચ્ચારયુક્ત વિધિ વિકસાવી જે ગ્રહોની વિપરીત અસરથી સાધકને બચાવી શકે! સૂર્ય કે ચંદ્રગ્રહણની પણ પોતપોતાની ઇફ્ેક્ટ છે. અમુક જોવાય અને અમુક ન જોવાય! આ દરેકની પાછળ વિજ્ઞાાન છુપાયેલું છે, પરંતુ યુરેનસ અને નેપ્ચૂન જેવા ગ્રહો પૃથ્વીથી એટલા બધા દૂર છે કે તેમનું ગુરુત્વાકર્ષણ બળ આપણા મનોમસ્તિષ્ક સુધી પહોંચી જ ન શકે. (બંને ગ્રહોને નવ ગ્રહોમાં સામિલ ન કરવા પાછળનું એક કારણ આ પણ હોઈ શકે!)

૨૦૦૬ની સાલ સુધી પ્લૂટોનો સમાવેશ સૌરમંડળના નવ ગ્રહોમાં થતો હતો, પરંતુ બાદમાં વૈજ્ઞાાનિકોને જાણ થઈ કે વાસ્તવમાં નેપ્ચૂનનું ગુરુત્વાકર્ષણ બળ પ્લૂટોને અસરકર્તા હોવાથી તેનો સમાવેશ ગ્રહમાં ન થઈ શકે. પ્લુટો પોતે વારંવાર નેપ્ચૂનની ભ્રમણકક્ષાને આંતરતો હોવાથી તેની પાસેથી સ્વતંત્ર ગ્રહનું બિરુદ છીનવી લેવામાં આવ્યું. થોડા દશકા પહેલાં સૌરમંડળમાં ફ્ક્ત સાત ગ્રહો વિશે ચર્ચા થતી હતી. પછીથી નેપ્ચૂનનો ઉમેરો થતા આઠનો આંકડો સામે આવ્યો. થોડા સમય બાદ પ્લૂટો નામનો નવમો ગ્રહ ઉમેરાયો અને ઓછો પણ થઈ ગયો!! જાણવા જેવી વાત તો એ છે કે જ્યોતિષશાસ્ત્રમાં જણાવેલા નવ ગ્રહો હજારો-લાખો વર્ષોથી અડીખમ છે. શનિ પછીના અન્ય કોઈ ગ્રહને લીધે માણસજાતના શરીર કે મન પર કોઈ અસર વર્તાતી ન હોવાને લીધે ઋષિ-મુનિઓએ યુરેનસ-નેપ્ચૂન કે પ્લૂટોનો સમાવેશ નવ ગ્રહોમાં ન કર્યો!

આ તમામ ચર્ચાઓની વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ બાબત પર તમારું ધ્યાન ગયું કે નહીં!? ગુરુ, શનિ, મંગળ, શુક્ર, બુધની શોધ તો થોડાં વર્ષો પહેલાંની છે, પરંતુ આપણા ઋષિ-મુનિઓને કોઈ પ્રકારના અત્યાધુનિક ટેલિસ્કોપ વગર આ ગ્રહોનાં કદ અથવા આકાર વિશે કેમ ખબર પડી!? બૃહસ્પતિ (એટલે કે ગુરુ) સૌથી વિશાળ ગ્રહ છે એવું તેઓ કઈ રીતે સાબિત કરી શક્યા?

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો