ઝઘડિયાના ઉમધરા ગામે તોફાની વાનર પાંજરે પૂરાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઝઘડિયાના ઉમધરા ગામે તોફાની વાનર પાંજરે પૂરાયો

ઝઘડિયાના ઉમધરા ગામે તોફાની વાનર પાંજરે પૂરાયો

 | 2:30 am IST

વાનરને અરીસાથી દુશ્મનાવટ હતી

ા રાજપારડી ા

ઝઘડીયા તાલુકાના ઉમધરા ગામે  ગામમાં વાનરો દ્વારા તોફન મચાવીને ગ્રામજનો પર હુમલા કરાતા હતા. ઉમધરા ગામે ગામમાં  ઘણા  સમયથી વાનરોની વસ્તી દેખાય  છે. કેટલાક સમયથી એક તોફની વાનરે ગામમાં તોફન મચાવ્યુ  હતુ. આ વાનરને  અરીસાથી દુશ્મનાવટ હતી.અરીસો  જોતા તે ભડકતો હતો. તોફની વાનરે  કેટલાક  ઘરોમાં ઘુસીને ટીવી પણ તોડી નાંખ્યા હતા. ઘણા  ગ્રામજનો તોફની વાનરના હુમલાનો ભોગ બન્યા હતા.તોફની વાનર ગામમાં તોફન મચાવતો હોવાથી સરપંચ કંચનભાઇ વસાવા, અગ્રણી હરેન્દ્રસિંહ રાજ અને ગ્રામજનો દ્વારા ઉમલ્લા વનવિભાગને  રજુઆત કરવામાં આવી  હતી.વનવિભાગ દ્વારા ગતરોજ ગામની મધ્યમાં  પાંજરુ ગોઠવવામાં આવ્યુ હતુ. દરમિયાન આજરોજ વનવિભાગ દ્વારા ગોઠવાયેલ પાંજરામાં એક વાનર  આબાદ ઝડપાઈ ગયો હતો.પાંજરે પુરાયેલા કપિરાજને જોવા બાળકો અને  ગ્રામજનો ઉમટયા હતા. નજીકના સારસા ગામે પણ એક વૃધ્ધ મહિલા થોડા સમય પહેલા તોફની વાનરના હુમલાથી ગંભીર રીતે જખ્મી થઇ હતી.વધુમાં જાણવા મળ્યા મુજબ ઉમધરા ગામે પાંજરે  પુરાયેલ આ વાનરને વનવિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;