ઝઘડિયાના ઉમલ્લા પાસે બાઈક- ટ્રક અકસ્માતમાં માતા -પુત્રનુ મોત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઝઘડિયાના ઉમલ્લા પાસે બાઈક- ટ્રક અકસ્માતમાં માતા -પુત્રનુ મોત

ઝઘડિયાના ઉમલ્લા પાસે બાઈક- ટ્રક અકસ્માતમાં માતા -પુત્રનુ મોત

 | 2:30 am IST

ા  રાજપારડી  ા

ઝગડીયા ના રાઇસીંગપુરા પુલ પાસે મૂળ મધ્યપ્રદેશ ના રહેવાસી અને કામ માટે અંકલેશ્વર ખાતે રહી ગુજરાન ચાલવતા દપત્તિ તેઓ ના બે પુત્રો સાથે ગતરોજ સાંજ  સમય દરમિયાન તેઓની મોટરસાયકલ નંમ્બર સ્ઁ- ૪૫ -સ્ઝ્ર- ૨૩૧૨ લઈ ને ઉમલ્લા થી રાજપીપળા તરફ્ જતા હતા. ત્યારે ટ્રક નંમ્બર ગ્દન્- ૦૧- ઊ -૧૨૬૬ ગફ્લત ભરી રીતે હકારી ગ્લેમર મોટરસાયકલ ને પાછળ થી ટકર મારતા મોટર સાયકલ ના પાછળ ના ભાગે બેસેલા અનિતાબેન દિનેશભાઇ ડામોર અને દીકરા અશોકભાઈ દિનેશભાઇ ડામોર નીચે પટકાતા ટ્રક ના ટાયર નીચે આવી જતા તેઓ નું કરુણ મોત નીપજ્યું હતું જેમાં ઉમલ્લા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી મૃત દેહો ને ઉમલ્લા સરકારી દવાખાને ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.જોકે દુર્ઘટના ના પગલે નાડું સાંકડું હોવાથી ટ્રાફ્કિ જામ ના પણ દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ્ યુનિટી ને જોડતા અંકલેશ્વર રાજપીપળા ના ધોરી માર્ગ પર રોળ ની અધૂરી કામગીરી ના પગલે ૪૦ થી ૪૫ કિલોમીટરના માર્ગમાં અસંખ્ય મોટા ખાડા હોવાના કારણે છાસવારે આવા અકસ્માતો સર્જાતા રહે છે.

જેમાં સરકારી તંત્ર કે પછી કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ જાત નું પેચિંગ વર્ક કરવામાં આવતું નથી જેના કારણે લોકો ને હાલાકી ભોગવાનો વારો આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;